BG News દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે ટેન્કર તેમજ બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો By Banas Gaurav News - May 21, 2021 0 168 દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે ટેન્કર તેમજ બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયોઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે ગતરોજ રાત્રીના સમયે એક ટેન્કરના ચાલકે રોંગ સાઇડે પોતાના કબજાનો ટેન્કર હંકારી લાવી સામેથી આવતી પેસેન્જર ભરેલ એક બોલેરો ગાડીને અડફેટમાં લેતાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય પેસેન્જરોને ૧૦૮ ઈમરજન્સી એમ્બુલન્સ સેવા મારફતે નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે . ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે ગતરોજ રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ ગરબાડા તાલુકાના માણસો એક બોલેરો ગાડીમાં બેસી દાહોદથી લીમડી તરફ જવા રવાના થઇ રહ્યા હતા તે સમયે સામેથી એક માતેલા સાંઢની માફક ધસી આવતાં ટેન્કરે અને તે પણ રોંગસાઈડે ટેન્કરના ચાલકે પોતાના કબજાનુ ટેન્કર પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી પેસેન્જર ભરેલ બોલેરો ગાડી સાથે જોશભેર ટકકર મારતા બોલેરો ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ૫૦ ફૂટ સુધી બોલેરો ઘસડી હતી . આ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બોલેરો ગાડીમાં બેઠેલ પેસેન્જરો પૈકી એક મહિલાનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે ઘણા વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચી હતી . આ ઘટનાની જાણ ૧૦૮ ઈમરજન્સી એમ્બુલન્સ સેવા તેમજ પોલીસને થતાં બંને સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત ડ્રાઇવર સહિત છ થી સાત લોકોને દાહોદની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા . ઘટનાને પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ પણ શરૂ કરી હતી**રિપોર્ટર :દિપક લબાના* *ઝાલોદ *