દાહોદ જિલ્લાના આદિવાસી ટાઇગર સેના તથા ભીલ પ્રદેશ વિધાર્થી મોર્ચા દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

0
8

દાહોદ જિલ્લાના આદિવાસી ટાઇગર સેના તથા ભીલ પ્રદેશ વિધાર્થી મોર્ચા દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું*

➡️ મધ્યપ્રદેશ રાજ્યના દેવાસ જિલ્લાના નેમાવર વિસ્તારમાં આદિવાસી સમાજની મહીલાઓ ઉપર બળાત્કાર કરી અને નિર્દયતા પૂર્વક તમામ પરીવારની હત્યા કરી આરોપીયોએ JCB ની મદદથી ખાડો ખોદિ તમામ પરિવારને દફનાવી દેવામા આવ્યા.તે બાબતે રાજ્ય ના તેમજ દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ એ વિરોધ દર્શાવ્યો અને આરોપીયોને કડકથીં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે આજ રોજ દાહોદ જિલ્લા આદિવાસી ટાઇગર સેના અને ભીલપ્રદેશ વિદ્યાર્થી મોર્ચાના હોદ્દેદાર શિરીષભાઈ બામણિયા, તેમજ આદિવાસી મહિલા અગ્રણી રાધિકાબેન મોરી તેમજ આદિવાસી સમાજની સમગ્ર ટીમ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી આરોપીયોને ફાંસીની સજા ફટકારવામાં આવે એવી માંગ સાથે આવેદન પત્ર સુપરત કરવામાં આવ્યું આદિવાસી સમાજની મહીલાઓ તથા તે પરિવાર ઉપર થયેલા હત્યાકાંડ માં આરોપીઓ ને સખત સજા થાય તે માટે લડી રહેલા મધ્યપ્રદેશનાં જયસ જેવા સંગઠન છે તે તમામ સંગઠનો ની પડખે ઊભા છે તેમ જણાવ્યું હતું

રિપોર્ટ: દિપક લબાના
ઝાલોદ તાલુકા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here