દાહોદ જિલ્લાનાં ૧૩ લાખથી વધુ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

0
1

૮૫.૬૧ ટકા લોકોએ લીધી વેક્સિન‘મારૂં ગામ કોરોના, મુક્ત ગામ’ અભિયાનની મહત્વપૂર્ણ સફળતા – જિલ્લાના ૩૪૭ ગામો ૧૦૦ ટકા કોરોના સામે સુરક્ષિત બન્યા કોરોના સંક્રમણ સામે વેક્સિન એ રામબાણ ઉપાય સાબિત થયો છે ત્યારે દાહોદ જિલ્લાનાં વેક્સિન માટેની લાયકાત ધરાવતા લોકોમાંથી ૮૫.૬૧ ટકા લોકોએ કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન લઇ લીધી છે. જયારે ‘મારૂં ગામ કોરોના, મુક્ત ગામ’ અભિયાનની મહત્વપૂર્ણ સફળતા મળતાં જિલ્લાના ૩૪૭ ગામોનાં તમામ લાયક નાગરિકોને સંપૂર્ણપણે કોરોનાની વેક્સિન અપાઇ ગઇ છે. સંખ્યાની રીતે જોઇએ તો જિલ્લાનાં ૧૩,૧૬,૪૯૩ નાગરિકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે, જયારે ૪,૨૧,૩૨૪ નાગરિકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. જિલ્લામાં વેક્સિનની લાયકાત ધરાવતા કુલ ૧૫,૩૭,૭૩૭ લોકોમાંથી ૧૩,૧૬,૪૩૯ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. જેમાં ૧૫૧૪૪ હેલ્થ કેર વર્કસ તેમજ ૨૫૯૪૨ ફ્રન્ટ લાઇન વર્કસને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. જયારે પ્રાયોરિટી એજ ગ્રુપ એટલે કે ૪૫ કે તેથી વધુ ઉંમરનાં ૪,૮૫,૧૮૭ લોકોને પ્રથમ ડોઝ અને ૩,૩૬,૫૦૩ લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ૧૮ થી ૪૪ વર્ષની ઉંમરનાં ૭,૯૦,૨૨૦ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને ૪૪,૧૦૨ લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જિલ્લાનાં કુલ ૬૯૬ ગામોમાંથી ૩૪૭ ગામો ૧૦૦ ટકા કોરોના સામે સુરક્ષિત બન્યાં છે, જે મારૂં ગામ, કોરોના મુક્ત ગામને મળેલા જનપ્રતિસાદનું પરિણામ છે. આ ગામોની તાલુકા પ્રમાણે વિગતો જોઇએ તો દાહોદનાં ૪૨, ગરબાડાનાં ૩૧, ધાનપુરનાં ૩૨, દેવગઢ બારીયાનાં ૨૭, ફતેપુરાનાં ૨૯, લીમખેડાનાં ૩૩, સીંગવડનાં ૩૨, ઝાલોદનાં ૭૯, સંજેલીનાં ૪૨ ગામોનાં લાયકાત ધરાવતાં તમામ નાગરિકોને કોરોનાની વેક્સિન આપી દેવામાં આવી છે.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ..દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here