દાહોદમાં તાલુકા કક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓમાં યુવાનો ભાગ લઇ શકશે.

0
15

દાહોદ જિલ્લામાં તાલુકા કક્ષાએ યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્ર જીવૃતિઓની કચેરી તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દાહોદ દ્વારા સંયુક્ત રીતે આ સ્પર્ધાનું આયોજન કરાયું છે.આ સ્પર્ધામાં નિબંધ, પાદપૂર્તિ, કાવ્યલેખન, ગઝલ-શાયરી લેખન, સર્જનાત્મક કારીગરી, ચિત્ર, વક્તૃત્વ સ્પર્ધા, દોહા-છંદ-ચોપાઇ, લોકવાર્તા, લગ્નગીત ભજન, સમૂહ ગીત, હળવું કંઠ્ય સંગીત, લોક વાદ્ય સંગીત, એક પાત્રીય અભિયાન જેવી સ્પર્ધાનુ ૧૫ થી ૨૦ વર્ષ સુધી અ- વિભાગ, ૨૦ થી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના બ- વિભાગ, ૧૫ વર્ષથી ૨૯ વર્ષ સુધીના ખુલ્લો વિભાગમાં યોજાશે. સ્પર્ધકે ભાગ લેવા માટેનુ ફોર્મ તા. ૧૩/૦૯/૨૦૨૧ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા સરવે ભવન, છાપરી, દાહોદ ખાતેથી મેળવી લેવાનુ રહેશે. ફોર્મ ભરનાર સ્પર્ધકને સ્પર્ધા તારીખ અને સ્થળની જાણ કચેરી દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી નિયમોની જાણકારી માટે પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી જે. સી. ડાભી સમ્પર્ક નં ૯૪૨૮૧૩૧૮૫૯ નો સમ્પર્ક કરવાનો રહેશે. દાહોદનાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ..દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here