દાદા એ છુટક મજુરી કરી પુત્રને ભણાવ્યો તો પૌત્ર એ ડોકટર બની દાદા નું સપનું પૂર્ણ કર્યુ*

0
68

*વડગામના માનપુરા ગામના યુવાને દાદાનું સપનું પૂર્ણ કરતા પરિવાર માં ખુશી*

વડગામ તાલુકાના માનપુર ગામના દલાભાઈ ચૌહાણ ના પૌત્ર પીયુષ ચૌહાણે અથાક મહેનત કરી દાદા નું સપનું  પુરૂ કર્યું હતું  વડગામ તાલુકાના માનપુરા ગામના દલાભાઈ ચૌહાણ જેમને એક દિકરો અને છ દિકરીઓ હતી પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવા છંતા પણ મહેનત ની પાઈપાઈ ભેગી કરી પોતાના દિકરા ને ઉચ્ચ શિક્ષણ આપ્યું જેથી હાલમાં તેઓનો દિકરો ખોડાભાઈ ચૌહાણ પાણીપુરવઠા વિભાગ પાલનપુર માં સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે  જોકે તેમના ધર્મપત્ની પુષ્પાબેન ચૌહાણ પણ ફતેપુરા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ નિભાવી રહ્યા છે શરૂઆત થી જ શિક્ષણ ને પ્રાધાન્ય આપતા આ બંન્ને દંપતિ ને પોતાના ત્રણે સંતાનો ને અવ્વલ શિક્ષણ મળે તે દિશામાં કામ કરતા રહ્યા છે ત્યારે હાલમાં મોટો દિકરો ધવલ અને દિકરી મનિષા બંન્ને શિક્ષક તરીકે ની ફરજ બજાવી રહ્યા છે અને પોતાના દાદાએ કરેલ અથાક મહેનત થી પેરણા લઈ નાનો દિકરો પીયૂષ પણ સુરતના સ્મીમેર મેડિકલ કોલેજ ખાતે અભ્યાસ કરી ગુજરાત મેડિકલ હેલ્થ સર્વિસ (કલાસ 2) માટે ડિસેમ્બર 2019માં લેખીત પરીક્ષા આપી હતી.અને  2020 માં રિઝલ્ટ આવ્યું હતું જેમાં ફેબ્રુઆરી 2021માં ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા અને પિયુષ ચૌહાણ એ પરીક્ષામાં પાસ થયો હતો અત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઓર્ડર આપવામાં આવ્યો છે. ગુજરાતી કહેવત છે કે કદમ હો અસ્થિર જેના એને કદી રસ્તો નથી જડતો અડગ મનના મુસાફર ને હિમાલય પણ નથી નડતો તે કહેવત ને પીયૂષ ચૌહાણ ખરી કરી બતાવી છે હાલમાં ડોક્ટર તરીકે ની સેવા કરવાનો મોકો મળતાજ ગામ,સમાજ અને પરિવાર માં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે આ બાબતે ડોકટર પિયુષ ચૌહાણએ જણાવ્યું હતું કે જ્યારે નાનો હતો ત્યારે દાદા પિતાજીને કહેતાં હતા હું મજૂરી કરીશ પણ તમે સમાજ માટે કંઈક કરજો અને ખાસ તો ડોકટર બનજો જેથી કોઈને સારવાર માટે બહાર ન જવું પડે.આ સાંભળી મને લાગ્યું કે હું દાદાનું સપનું પૂર્ણ કરીશ અને મહેનત કરી આજે ડોકટર બની દાદા,પરિવાર સહિત સમાજનું નામ રોશન કર્યું છે તેમજ હજું ઉચ્ચ અભ્યાસ માટે નોકરી સાથે સાથે પણ મહેનત કરતો રહીશ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here