દાંતા સરભવાનીસિહ હાઈસ્કુલ ના મેદાન માં પોલીસ ભરતી રક્ષક કેડરની મહિલા ઉમેદવારોની શારીરિક કસોટી માટે નુ આયોજન કરવા માં આવ્યુ

0
14

આજરોજ તારીખ 17-12-2021 ને શુક્રવાર ના રોજ સર ભવાનીસિંહ વિધાલય દાંતા મેદાનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોક રક્ષક કેડરની શારીરિક કસોટી માટે પૂર્વ તૈયારીના ભાગરુપ દાંતા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ શ્રી એ. આર. જાદવ સાહેબ ના માર્ગદર્શન મુજબ મહિલા ઉમેદવારોની શારીરિક કસોટી લેવામાં આવેલ. શિયાળાની કડકડતી ઠંડી હોવા છતાં મહિલા ઉમેદવારો એ ઉત્સાહભેર કસોટી માં ભાગ લીધેલ. આ પ્રસંગે હાજર રહેલ શ્રી મદનસિંહજી વિદ્યાલય ગંગવા ના આચાર્યશ્રી અજય સિંહ.જે .કાબા અને વન રક્ષક કિશનસિંહ. પી .ચાવડા તથા કૃણાલ સિંહ . એમ . પઢીયાર, ઓમદેવસિંહ વાઘેલા, મુકેશભાઈ અગ્રવાલ, વિશ્વજીતસિંહ ચાવડા તેમજ નવ યુવાનોની ખૂબ જ મદદ મળેલ. આ શારીરિક કસોટીથી આવનારી પી.એસ.આઇ તથા લોક રક્ષક દળ ની ભરતી માં સારા માર્કસ સાથે યુવાનો પાસ થાય તેવું માર્ગદર્શન દાંતા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ શ્રી એ. આર.જાદવ સાહેબ તથા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તરફથી પ્રેરણા આપવામાં આવેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here