દાંતા તાલુકાનું બોરડીયાળા ગામ કીડી નદી ઉપર પુલ બનાવવા વર્ષોથી સ્થાનિક લોકો ની ઉગ્રમાંગ

0
7

બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાનું બોરડીયાળા ગામ આવેલું છે દાતા તાલુકો વધુ આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે આદિવાસી વસ્તીના લોકો છૂટક મજૂરી કરવા બાળકો અભ્યાસ માટે બહાર જવાનું થાય છે પોતાના રોજગાર ધંધા માટે બહારગામ જવાનું થાય છે બોરડીયાળા કીડી નદીની પેલી બાજુ મંડારાવાસ આવેલો છે જ્યારે ચોમાસુ આવે છે ત્યારે મંડારાવાસના લોકોને ધંધા રોજગાર જવા માટે બાળકોને અભ્યાસ કરવા જવા માટે નદી પાર કરવી પડે છે જીવના જોખમે આ નદી પાર કરવી પડે છે ચોક્કસપણે કહી શકાય તો ભારે વરસાદના કારણે કીડી નદીમાં પાણીનો જોશ વધુ પ્રમાણમાં આવવાથી મંડારાવાસના લોકો કઈ રીતે નદી પાર કરી શકે આ એક મોટો પ્રશ્ન છે અચાનક કોઈ બીમાર થઈ જાય તો શું હાલત થાય એ વ્યક્તિને કેવી રીતે દવાખાને લઈ જવું એ મોટો પ્રશ્ન છે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી બોરડીયાળા ગામની કીડી નદી ઉપર પુલ બનાવવા મા આવ્યો નથી શું આજ હાલત રહે છે બોરડીયાળા સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે ક્યારે તંત્ર જાગશે અને આ પુલ બનશે અહીંના લોકો ચોમાસાની સિઝનમાં કીડી નદી પાર કરવા માટે બહુ મોટી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે કુવારસી ગામ પંચાયત ના સેજા મા બોરડીયાળા ગામ આવેલું છે બોરડીયાળા ગામના લોકો ગામ પંચાયતમાં કીડી નદી પુલ બનાવવા માટે તલાટી કમ મંત્રીને કેટલી વાર રજૂઆત કરેલી છે પણ હજુ સુધી કોઈ ન્યાય મળ્યો નથી ચોમાસુ આવે ત્યારે મંડારાવાસના લોકોની ખુબ ખરાબ હાલત જોવા મળે છે બાળકોનો અભ્યાસ બગડે છે બાળકો અભ્યાસ કરવા માટે કેવી રીતે જાય વરસાદના કારણે કીડી નદી માં પાણી વધારે આવવાથી બાળકો કેવી રીતે આ પાણીમાં ઉતરી શકે જીવના જોખમે નદીમાં ઉતરીને નદી પાર કરવી એ મોટો પ્રશ્ન છે દાંતા તાલુકા બોરડીયાળા ગામના મંડારાવાસનાના લોકો બહુ દુઃખ વેઠી રહ્યા છે પણ હજુ સુધી કોઈ ન્યાય મળ્યો નથી તંત્ર ક્યારે જાગશે એ જોવાનું રહ્યું કહી શકાય તો શું દર ચોમાસે આજ હાલત રહેશે કે પછી પુલ બનશે એ જોવાનું રહ્યું મંડારાવાસના લોકો ભારે વેદનાઓ સહન કરવી પડે છે ચોમાસાની સિઝનમાં આકસ્મિત કોઈનું મૃત્યુ થાય તો તેનું બેસણું રાખવામાં આવે છે આ બેસણા આવનારા લોકો કેવી રીતે આ નદી પાર કરે છે કેટલી વેદનાઓ સહન કરવી પડે છે શું વિચારતા હશે લોકો કે શું બોરડીયાળા ગામ જાગતું નથી આ કીડી નદી ઉપર પુલ બનાવવામાં આવતો નથી બોરડીયાળા ગામના લોકોની ઉગ્ર માંગ છે કે તાત્કાલિક ધોરણે આ કીડી નદી ઉપર પુલ બનાવવામાં આવે જેથી કરીને સમસ્યાઓનું નિવાકરણ થાય તેવી સરકાર પાસે સ્થાનિક લોકોની ઉગ્ર માંગ છે

તસવીર અહેવાલ યોગેન્દ્રસિંહ વાઘેલા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here