થરાદમાં કોલસાનો કાળો કારોબાર ! કોલસા ના વેપારીઓ સામે વન વિભાગના આંખ આડા હાથ

0
0

રિપોર્ટર શ્રવણકુમાર પરમાર
થરાદ બનાસકાંઠા

થરાદ તાલુકામાં જે કોલસાનો કાળો કારોબાર ખુલ્લેઆમ મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે જેમાં વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જે ગૌ ચરની જમીન આવેલી છે સરકારની જમીન આવેલી છે તેમાં જે બાવળ ઊભા છે તે બાવળિયાને રાતોરાત કટીંગ કરી અને તેને સળગાવી અને તેના કોલસા પાડવામાં આવે છે અને તે કોલસાના થેલા ભરી અને થરાદની મોટી મોટી હોટલો અને જે કોલસાને લગતા જે કારોબારો છે તેમાં આ કોલસાનો વેચાણ કરવામાં આવે છે જેમાં થરાદ તાલુકામાં ઘણા શખ્સો થરાદ તાલુકામાં કોલસાની કાળી કમાણીમાં ત્રાસ મચાવ્યો છે જેમાં તે લોકોને બિલકુલ વન વિભાગ અને તંત્રનો બિલકુલ ડર નથી અને તેઓ દરેક ગામડે રાતોરાત નાનો બાવળ હોય તો પણ તેને કાપી નાખે છે નીલો બાવળ હોય તો તે પણ તેને કાપી નાખે છે અને તે કોલસા પાડે અને તેઓ પરવાનગી વગર ખુલ્લેઆમ થરાદમાં અને છેક રાજસ્થાન સુધી વેચે છે પરંતુ વન વિભાગ દ્વારા તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ જો આવી રીતે કોલસાની બાવળ કટીંગ કરીને તેમ છતા કોલસાનો આ કારોબારી રોકવામાં નહીં આવે તો ગોચરો ખતમ થઇ જશે જંગલો ખતમ થઇ જશે અને ગૌચરો ઉજ્જડ થવા લાગશે આના માટે તંત્ર અને વન વિભાગ એ સત્વરે જાગે તેવી માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here