થરાદના લોઢનોરમાં ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કરાયું

0
80

થરાદ તાલુકાના લોઢનોર ગામમાં રૂપિયા 10 લાખના ખર્ચથી નવીન ગ્રામપંચાયત (ગ્રામ સચિવાલય) નું મકાન બનાવવામાં આવ્યું હતું. જેનું બનાસકાંઠા સંસદ પરબતભાઇ પટેલે ના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આજના લોકાર્પણ કાર્યક્રમમાં ગામના ગરીબ લોકોને મફત પ્લોટની સણદો પણ પરબતભાઇના હસ્તે આપવામાં આવી હતી અને વધુમાં એક વર્ષમાં ગામની દૂધ મંડળીમાં વષૅ દરમ્યાન વધારે દૂધ ભરાવતા લોકોને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે બનાસકાંઠા સંસદ પરબતભાઇ પટેલ, લોઢનોર સરપંચ ધરમશીભાઇ પટેલ માજી ધારાસભ્ય માવજીભાઈ પટેલ થરાદ પ્રાન્ત વી.સી બોડાણા જીવરાજભાઇ પટેલે તાલુકાના વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરી જીલ્લા ડેલીકેટો તાલુકાના ડેલીકેટો તાલુકા પંચાયત પ્રમુખ તલાટી સહિત બહોળી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ, ગ્રામ પંચાયતના સદ્દસ્યો અને ગ્રામજનો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉપસ્થિત રહ્યા હતા

વસરામ ચૌધરી થરાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here