ત્રિસ્તુતિક ઉપાશ્રય ખાતે જિલ્લા કલેકટર સહિત નાં અધીકારીઓની ઉપસ્થિત માં યોજાયું ૬૮ દિવસીય તપસ્યા નું પારણું…

0
4

૬૮ દિવસીય તપસ્યા કરનાર શુભમ રાજપુતે બહુમાન ની તમામ રાશી પાંજરાપોળ ને અપૅણ કરી..

પાટણ તા.૧
પાટણ ના પંચાસરા જૈન મંદિર પાસે આવેલ ત્રિસ્તુતીક જૈન ઉપાશ્રય માં ચાતુર્માસ હેતુ બિરાજમાન જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયન્તસેન સુરીશ્વરજી મહારાજા ના શિષ્ય મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજ અને મુનિરાજ શ્રી નિપુણરત્ન વિજયજી મહારાજ આદિ ઠાણા ની પાવન નિશ્રામાં ત્રિસ્તુતિક જૈન સંઘ પાટણ આયોજિત કાર્યક્રમમાં ગુરુ સેવક અને ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય પાટણ ના કાર્યકર્તા શુભમ રાજપુત ઉર્ફે પીન્ટુ ના ૬૮ દિવસીય તપસ્યા નું જિલ્લા કલેકટર સુપ્રિતસિંહ ગુલાટી સહિતના અધીકારીઓની ઉપસ્થિત માં શુક્રવારના રોજ પારણું યોજાયું હતું ,
આ પારણા પ્રસંગે ધાર્મિક સામાજિક અને જીવદયા સહિત અનેક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તપ ધર્મ ની મહિમા સમજાવતા મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજે જણાવ્યું કે. જે કર્મોને તપાવે તેનું નામ તપ. તપ એ તનના રોગોને નિર્મલ કરે છે. દવાઓ રોગોને દબાવવાનું કામ કરે છે. જ્યારે તપ શારીરિક રોગોનું ઉન્મુલન કરે છે. તપસ્યા ની પુર્ણાહુતી પ્રસંગે નગર માં ચાતુર્માસ હેતુ બિરાજમાન પંન્યાસ શ્રી રમ્યદર્શન વિજયજી મહારાજ, મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજ આદિ સહિત વિશાળ સંખ્યામાં સાધુ સાધ્વીજી ભગવંતો એ નિશ્રા પ્રદાન કરી, ત્રિસ્તુતિક જૈન સંઘ પાટણ આયોજિત કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સુપ્રિતસિંહ ગુલાટી. પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, ડી વાય એસ પી જે.ટી સોનારા.નગરપાલિકા પ્રમુખ સ્મીતાબેન પટેલ.ચિફ ઓફિસર પાંચાભાઈ માળી, પાલિકા કોર્પોરેટર હિનાબેન શાહ સહિત પાટણ જૈન સંઘ ના વિભિન્ન સમુદાય અને જૈનેતર સમાજ નાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, તપસ્યા કરનાર શુભમ રાજપુત નું ત્રિસ્તુતિક જૈન સંઘ પાટણ તેમજ અનેક ધાર્મિક સામાજિક સંસ્થાઓ અને જૈન જૈનેતર સમાજ નાં અગ્રણીઓ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું, બહુમાન ની સંપૂર્ણ રાશિ શુભમ રાજપુતે પાંજરાપોળ સહિત ધાર્મિક સામાજિક કાર્ય માં સક્રિય સંસ્થાઓ ને ભેટ કરી ને અનુમોદનીય કાર્ય કર્યું હતું, કાર્યક્રમ ને સફળ બનાવવામાં ભાજપ શહેર પુર્વ ઉપપ્રમુખ સંજયભાઈ મોદી એ જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here