તુલસી પ્રજાપતિનું એન્કાઉન્ટર કરનાર આશિષ પંડ્યા એ સ્વૈચ્છિક નિવૃત્તિની કરી માંગ…

0
6

*તુલસી પ્રજાપતિનું એન્કાઉન્ટર કરનાર આશિષ  પંડ્યા એ સ્વૈચ્છિક નિવૃત્તિની કરી માંગ…*

*તત્કાલિન ઝાબાજ PSI આશિષ પંડ્યા હાલ ભુજ SC ST સેલમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે…*

*ઝાબાજ,નીડર,બાહોશ,અને કર્મનીષ્ઠ,અધિકારીનાં પોલીસ માંથી રાજીનામાં ની માંગથી પોલીસ અને પ્રજામાં અનેક તર્ક-વિતર્ક ની ચર્ચાઓ ચાલી રહી છે…*

*તો આવો આ બાહોશ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી વિશે ચાલતી ચર્ચાઓ પર એક નજર કરીએ…*

*આશિષ એ.પંડ્યા સાહેબ ગુજરાત પોલીસમાં PSI તરીકે ફરજ પર હાજર થયા ત્યારથીજ તેઓ પોતાની ફરજ દરમ્યાન ગુન્હેગારો ને કંન્ટ્રોલ કરી પ્રજાનાં મનમાંથી ગુન્હેગારો નો ખોફ દુર કરી સરકાર નું નામ રોશન થાય તે માટે કૈક કરી છુટવાની વિચારધારા ધરાવતા આ અધિકારી ને જ્યાં મુકવાવમાં આવે ત્યાં ગુન્હેગારો માટે કડક અને પ્રજા માટે પોલીસ પ્રજાનો મિત્ર છે તેવું વલણ અપનાવતા…*

*પોતાની ફરજ દરમ્યાન ગુન્હેગારો સામે કાર્યવાહી દરમ્યાન કોઈ પણ રાજકીય કે અન્ય ભલામણ ને તેઓ ક્યારેય વસ થયા વગર ગુન્હેગારો સામે કડક કાર્યવાહી કરતા ક્યારેય પણ  અચકાતા ન્હોતા તેને કારણે જ પ્રજામાં તેઓ સારા ઓફિસર તરીકે લોકચાહના ધરાવતા…*

*આ કર્મનિષ્ઠ બાહોશ સાહેબની લોકચાહના એટલી હદે હતી કે તેની બદલીના વિરોધમાં ઘણી વખત ગામ બંધ રહેલા…*

*કોઈ ની ચાપ્લુસી કરી ને આગળ આવવું,પ્રજા સાથે અન્યાય કરવો,ગુન્હેગારો સાથે કનેક્શન ધરાવી ભ્રષ્ટાચાર કરવા જેવી બાબતો આ કર્મનિષ્ઠ અધિકારીને ક્યારેય પણ પસંદ ન્હોતી…*

*તેને કારણે તેની વારંવાર બદલી કરી તેની સાથે અન્યાય કરવામાં આવતો હતો…*

*શ્રી પંડ્યા સાહેબ વિશે વધુ વાત કરીએ તો વાત છે 2005 ની જ્યારે રફીક બાપુડી અને તેની ખતરનાક ગેંગે સૌરાષ્ટ્રમાં ખુબ આતંક મચાવેલો અને પોલીસ ના અમુક અધિકારીઓ તો એવી વાતો કરતા થયેલા કે રફિક બાપુડી ગેંગને પકડી સકે તેવું ગુજરાત પોલીસમાં કોઈ પેદાજ નથી થયેલુ અને સામે રફિક પણ એવી ખુલ્લી ચેલેન્જ કરતો કે કોઈ પોલીસ મને પકડવા આવશે તો સાત-આઠ પોલીસનેં તો હું ઊપર લેતોજ જઈશ આ સમયે DySP આશિષ પંડ્યા નું પોસ્ટિંગ ટંકારા પોલીસ સ્ટેશન માં PSI તરીકે હતું. તે સમયે પણ યોગાનુયોગ શ્રી પંડ્યા સાહેબ રજાપર હતા અને તેમને આજ સરકાર/પોલીસ ખાતા દ્વારા તાત્કાલીક ફરજ પર બોલાવવામાં આવેલા અને રફીક બાપુડીને દબોચીલેવાનું ઓપરેશન માં તેમને સામેલ કરવામાં આવેલ. ત્યારે જીવનાં જોખમે ઠેઠ નવસારીથી તેઓએ ખુંખાર રફીકબાપુડી,ભરતસિંહ અને કુખ્યાત વિશાલ માડમની ગેંગને પકડી પાડેલ અને બાદમાં રફીકબાપુડી નું જેતપુર નજીક પોલીસ એન્કાઉન્ટર થયેલું…*

*હાલની સરકારનાં સૂર્ય ઉદય પહેલા વર્ષ ૨૦૦૬ માં આશિષ પંડ્યા સાહેબ રજા ઉપર હતા તે દરમ્યાન તેની રજા રદ કરી તેને રાતોરાત બનાસકાંઠા જીલ્લામાં મુકી તાત્કાલિક ફરજ પર હાજર થવા સૂચના આપવામાં આવેલી ત્યારે તે હાજર થતા ની સાથેજ સરકાર ને માથાનાં દુખાવા સમાન તુલસી પ્રજાપતી ની ધરપકડ નાં આદેશ આપવામાં આવેલા ત્યારે પ્રજા અને સરકારના હીત ખાતર આ નીડર અધિકારી એ ગોળીઓ ખાધી હતી તે દરમ્યાન તુલસી પ્રજાપતિ નું પોલીસ એન્કાઉન્ટર થયેલું…*

*ત્યારબાદ નકલી એન્કાઉન્ટર નાં આક્ષેપો સાથે હાલની સરકાર ચો તરફથી ઘેરાયેલી હતી અને શ્રીપંડ્યા સાહેબ સહીત નાં તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટરમાં સામેલ પોલીસ મેન સહિતનાં અધિકારીઓ ને લાંબા સમય સુધી જેલવાસ ભોગવવો પડ્યો હતો.આવા કપરા સમયે પણ પોતે સરકાર સાથે વફાદારી દાખવી હસતા મોઢે જેલવાસ ભોગવ્યો હતો..*

*કહેવાય છે કે આશિષ પંડ્યા સાહેબ સહિતનાં એન્કાઉન્ટરમાં સામેલ પોલીસ મેન અને અધિકારીએ જો એ સમયે સરકાર સાથે વફાદારી નો દાખવી.. હોત તો.. હાલનાં ઉંચ લેવલનાં અમુક  રાજકારણી પણ ખુરશી નાં બદલે જેલમાં હોત…તેવું પણ લોક મુખે ચર્ચાઇ રહ્યું છે…*

*કહેવાય છે કે તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટરમાં નિર્દોશ છૂટ્યા બાદ આશિષ પંડ્યા સાહેબ ફરજ પર હાજર થયા બાદ પ્રમોશન થી લઇ દરેક બાબતે તેની સાથે અન્યાય થતો આવ્યો છે અને આવા ઝાબાજ અધિકારીને સાઇડ લાઈન કરી સતત તેનું મોરલ ડાઉન કરવાનાં પ્રયાસો થતા હોવાનાં કારણે જ અંતે પોતે પોલીસ ડીપાર્ટમેન્ટમાંથી રાજીનામુ આપી દેવાનું પસંદ કર્યું છે…*

*પરંતુ આવા બાહોશ અધિકારીએ જ્યારે પ્રજા અને સરકાર માટે ગોળીઓ ખાઈ,જેલવાસ ભોગવીને પણ સરકારનો સૂર્ય ઉદય કરાવ્યો હોય તેમ છતાં પણ આવા અધિકારી સાથે કિન્નાંખોરી રાખવામાં આવતી હોય તો એ બાબત સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ માટે અતિ સરમજનક વાત કહેવાય.કારણ કે કેટલાક અભણ રાજકારણીઓ થકી આવા ઝાબાજ અને નિષ્ઠાવાન અધિકારીઓ નો ભોગ લેવાય છે…*

*તેને કારણે પ્રજાએ પણ અમુક ગણ્યા ગાંઠ્યા સારા અધિકારીઓ માંથી આવા બાહોશ અધિકારીઓની ખોટ ભોગવવી પડે છે અને એન કેન પ્રકારે નુકશાન તો પ્રજાનેજ ભોગવવું પડે છે…*

*માટે મતદાન કરતા પહેલા પ્રજા એ આવી બાબતો પર ધ્યાન રાખવુ હવે જરૂરી બન્યુ છે..*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here