તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ લીમખેડા ના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ કેન્સર દિવસ ની ઉજવણી કરતા લોકોમાં જાગૃતિ લાવવા માટે નગરમાં અભિયાન ચલાવવામાં આવ્યો

0
2

4 ફેબ્રુઆરી ના રોજ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ કેન્સર મુક્ત ભારત બનાવવા માટેની મોહેમ ચલાવવામાં આવી હતી અને લીમખેડા,દુધિયા, બાંડીબાર, પીપલોદ,પાણીયા વગેરે વિસ્તારોમાં કેન્સર માટેની જાગૃતિ નો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો સાથે શાળા દ્વારા જાગૃતિ માટેની પત્રિકાઓ પણ આપવામાં આવી હતી જેમાં કેન્સર ને અટકાવવા માટે કઈ વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ .

કેન્સર એક ગંભીર રોગ છે અને આ રોગને નાબૂદ કરવા માટે આપણે આપણા જીવનમાં ઘણું બધું પરિવર્તન લાવવાની જરૂર છે જેમકે પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવો,કોઈ પણ ગરમ વસ્તુ પ્લાસ્ટિકમાં ખાવી નહીં,રેડીએશન વાળી વસ્તુ દૂર રહેવું, પૂરતી ઊંઘ ટેન્શન વધુ નહીં લેવું,યોગાસન કરવું વગેરે પોતાના જીવનમાં બદલાવ લાવવાની ખૂબ જ જરૂર છે આપણે બદલાવ શરૂ કરીશું તો આપણું ગામ આપણું શહેર આપણો તાલુકો આપણો જિલ્લો રોગમુક્ત બની શકે છે.

આ કાર્યક્રમ નું સફળતાપૂર્વક સંચાલન બદલ સંસ્થાના ચેરમેન ચિરાગભાઈ શાહ દ્વારા બધાને સાવચેતીને ભાગરૂપે કેન્સર ની બીમારી અટકાવવા માટેના સૂચનો કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here