તાલુકા કક્ષાના ગણિત – વિજ્ઞાન,પર્યાવરણ પ્રદર્શનમાં લીમખેડા તાલુકાનું ગૌરવ

0
40
     ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2021-22 માં લીમખેડા તાલુકા કક્ષાનું ઓનલાઈન વર્ચ્યુઅલ મોડમાં ટીમ એપ્લિકેશન દ્વારા યોજાયું હતું.જેમાં વિભાગ 1 માં લીમખેડા તાલુકાની સી.આર.સી.બાર માં આવેલી  પટવાણ પ્રાથમિક શાળાના બહેનશ્રી નીરૂબેન પી ઠાકોર અને શાળાનાં બાળ વૈજ્ઞાનિકો નિનામા વિશાલભાઈ હમીરભાઈ તથા માવી હિતેષભાઈ સરતનભાઈ એ ભાગ લઈ ઈકો ફ્રેન્ડલી સામગ્રી દ્વારા ગ્રીન સિટી નું નિર્માણ કરીને તેનાથી થતાં લાભ દર્શાવવાનો ખુબ જ સરસ પ્રયત્ન કર્યો હતો.
  તાલુકા કક્ષાના ગણિત -વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન માં વિભાગ 1 માં પ્રથમ નંબર પ્રાપ્ત થતાં પોતાની શાળાનું,સી.આર.સી.બાર નું તથા લીમખેડા તાલુકાનું નામ રોશન કરવાં બદલ પટવાણ શાળા સ્ટાફ પરિવાર તથા સી.આર.સી.મેહુલભાઈ ચૌધરી દ્વારા અભિનંદન સાથે હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here