તાજપુર કુઈ પર પડેલા મસ મોટા ખાડા માં રિક્ષાએ પલટી ખાધી

0
16

ચિલોડા થી હિંમતનગર પસાર થતા નેશનલ હાઇવે નંબર 8 હેઠળ ખાડાનું સામ્રાજય બની જતા વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે અને કોન્ટ્રાક્ટરની બેદરકારીથી બંને સર્વિસ રોડ ખાડાનું સામ્રાજય બની ચૂક્યા છે તો આ પડેલા મસમોટા મોતના ખાડામાં કેટલાય વાહનચાલકો ખાબકે છે તો આજે પ્રાંતિજના તાજપુર કુઈ પર અમદાવાદ તરફ જઇ રહેલી લોડીંગ રીક્ષા એ આ મસમોટા ખાડા માં પલટી ખાધી હતી

જોકે તાજપુર કુઈ ના રહીશો દ્વારા તાત્કાલિક પહોંચી રીક્ષા ને સીધી કરી હતી જોકે રિક્ષાચાલકનો આબાદ બચાવ થયો હતો અને અન્ય જાનહાની ટળી હતી તો આ બનાવને લઇને અવરજવર કરતા વાહનચાલકો તેમજ તાજપુર કુઈના રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો ત્યારે આટલા અકસ્માતો થવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી કે પછી તંત્ર હજુ વધુ અકસ્માતો થાય અને કોઈનો લાડકવાયો છીનવાઇ જાય તેની રાહ જોઇને બેઠું હોય તેમ લાગી રહ્યું છે અલ્પેશ નાયક..પ્રાંતિજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here