તાજપુર કુઈ પંથકમાં નાયક સમાજ દ્વારા પરંપરાગત રીતે ભજવાતી ભવાઈ જેવી હિંદુ સંસ્કૃતિ આજે પણ જીવંત જોવા મળી રહી છે

0
20

પ્રાંતિજના તાજપુર, કરોલ, મજરા, વડવાસા, સીતવાડા બોરીયા, સહિતના તાલુકાના ગામડાઓમાં નવરાત્રી ના દશેરા પછી પરંપરાગત નાયક સમાજના માતાજીના સેવકો દ્વારા આ ભવાઈનો કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં ભવાઈના મુખ્ય વાજિંત્ર તરીક તબલા ,ભૂગળ અને કોસી જોડ નો ઉપયોગ થાય છે ત્યારે કનુભાઈ ચીમનભાઈ નાયક (તાજપુર) તેમજ તેમના સાથી કલાકારો દ્વારા તાલુકાના ગામડાઓમાં ભવાઈ ભજવવામાં આવે છે

તું કાર્યક્રમની શરૂઆતમાં માતાજીની ગરબી તેમજ ગુણગાન ગાઇને કરવામાં આવે છે તો ભવાઈ મા બ્રાહ્મણનો વેશ ,ગણપતિ નો વેશ, અને ગ્રામજનોની હાસ્ય તેમજ મનોરંજન પૂરું પાડવા માટે જૂઠુંણ નો વેશ પણ ભજવવામાં આવે છે ત્યારે માતાજીના ચાચર ચોકમાં નાયક નો દીકરો મહાકાળી માતાજીનો ગરબો માથે લઇ ગ્રામજનોને માતાજીના દર્શન કરાવે છે તેમાં ગ્રામજનો દ્વારા ગરબામાં માનેલી માનતા પરિપૂર્ણ થતાં ગ્રામજનો માતાજીના ગરબા ના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને માતાજીની ગરબા ને વધાવવા માટે સારું દાન પણ આપવામાં આવે છે વધુમાં અસાઈત દાદા ના લખેલા 360 વેશ જેવાકે જશમા ઓડણ, શરણાઈ, મહિયારી જેવા અલગ-અલગ વેશ ભજવવામાં આવે છે, ત્યારે તાલુકામાં પરંપરાગત રીતે ચાલતી હિન્દુ સંસ્કૃતિ મા નાયક સમાજના લોકો દ્વારા આજે પણ ગામડાઓમાં ભવાઈ જીવંત જોવા મળે છે જેમાં ટેકનોલોજી યુગ હોવા છતાં પણ ભવાઈ જોવા માટે યુવાનો મહિલાઓ સહિત બાળકો ઉમટી પડે છે ત્યારે પ્રાંતિજ તાલુકામાં નાયક કનુભાઈ ચીમનલાલ(તાજપુર) તેમજ તેમના સાથી કલાકારો દ્વારા ભવાઈ નો કાર્યક્રમ ભજવવામાં આવે છે

બોક્સ ; ભવાઈ કલાકારો ના નામ

1.નાયક કનુભાઈ ચીમનલાલ (તાજપુર)
૨.બાબુભાઈ નાયક ,
3.કનુભાઈ નાયક
4.કાલીદાસ નાયક
5.સંજય નાયક
6.મુકેશ નાયક
7.પરેશભાઈ નાયક
8.અમરાતભાઈ નાયક
9.રાજુભાઇ નાયક

અલ્પેશ નાયક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here