તાઉ તે વાવાઝોડાના કારણે મણુદ ગામે થયેલ નુકશાન નો સર્વે હાથ ધરી સહાય ચૂકવવા લેખિત રજૂઆત કરાઈ..

0
41
પાટણ તા.29
તાઉ તે વાવાઝોડાની અસર પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં નહિવત જોવા મળી હતી ત્યારે વાવાઝોડાના કારણે પાટણ તાલુકાના મણુદ ગામમાં રહેતા સોલંકી હેમીબેન ખેગારભાઈ અને પરમાર જયંતીભાઈ મફાભાઈ, વાલ્મીકિ શારદાબેન બાબુલાલ, સોલંકી રમણભાઈ પરસોતમભાઈનાં મકાન ને નુકશાન થયું હોય જે બાબતે તેઓને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વાવાઝોડાની નુકશાન ની સહાય સવૅ કરાવી તાત્કાલિક ધોરણે ચુકવવામાં આવે તેવી લેખિત રજૂઆત શનિવારના રોજ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
કમલેશ પટેલ.પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here