તલોદ હરસોલ રણાસણ હાઈવે પર ધોળા દિવસે ચાલુ બાઇક એ ગઠિયો સોનાના દોરાની લૂંટ કરી ફરાર

0
3

સાબરકાંઠા જિલ્લાના તલોદના હરસોલ રણાસણ હાઇવે પર બપોરે બાર વાગે મોટા ચેખલા ગામ થી રણાસણ મુકામે આવતા હીનાબેન જગદીશ કુમાર પટેલ અને તેમનો ૧૮ માસનો પુત્ર દેવાંશ જગદીશ કુમાર પટેલ બાઈક ઉપર રણાસણ મુકામે આવતા હતા તે દરમિયાન બ્લેક કલર નું પલ્સર બાઇક લઇ ગઠિયો પૂર ઝડપે ચલાવી બાઇક પાછળ બેઠેલા હીનાબેન ગળામાં સવા તોલાનો સોનાનો દોરો લૂંટી પલાયન થઇ ગયો હતો પરંતુ ગાંઠિયા એ હીનાબેન નો દોરો ખેંચતા હીનાબેન અને તેમનો ૧૮ માસનો પુત્ર રોડ ઉપર પટકાતા બંને ને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી

નાની મોટી ઈજાઓ થતાં તેમને 108 મારફતે રણાસણ અંજલિ હોસ્પિટલમાં ત્યારે બાદ વધુ ઈજા થઈ હોવાથી હિંમતનગર ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે ધોળા દિવસે સોનાના દોરાની લૂંટ થતાં રણાસણ મોહનપુર મોટા ચેખલા પંથકમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ અંગે લોકોએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા સત્વરે ચેન સ્નેચર ને પકડવામાં આવે તેવી ગ્રામ્ય વિસ્તારના લોકોને માંગ ઉઠી છે

ધ્વનિ જોષી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here