સાબરકાંઠા જિલ્લાના તલોદ ના આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા મોટા ચેખલા ગાંમની આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ અંતર્ગત સુપોષણ સંવાદની ઉજવણી કરવામાં આવી તેમાં સગર્ભા માતા ને શ્રીફળ,સાકર,મગ,ગોળ આપી ગોદ ભરાવવામાં આવી અને સગર્ભા માતાની કાળજી અને સમભાળના એક હજાર સુવર્ણ દિવસ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ તેમજ સગર્ભા માતા ને માતૃશક્તિ પેકેટ અને સત્વ મીઠા નો ઉપયોગ કરી વિવિધ વાનગીઓ વિશે,પૌષ્ટિક આહાર,લીલાશાકભાજી, ફ્રુટ,રસીકરણ,વ્યક્તિગત સ્વચ્છતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ તેમાં આંગણવાડી સુપરવાઇઝર બેન,આંગણવાડી કાર્યકર બેન અને તેડાઘર બહેનો ઉપસ્થિત રહયા હતા.
કમલેશ પટેલ..તલોદ