તલોદ ના અણીયોડ હાઇસ્કુલમાં વિશ્વ હ્દય દિવસ અને AHWD ની ઉજવણી કરવામાં આવી

0
1

આજ રોજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ વિનોદ.જે.મુંગટ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અણીયોડના મેડીકલ ઓફિસર ડૉ સિદ્ધરાજસિંહ રાઠોડ ના માર્ગદર્શન હેઠળ અણીયોડ ગાંમની માધ્યમિક હાઇસ્કુલમાં વિશ્વ હ્દય દિવસ અને એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં ડૉ સિદ્ધરાજસિંહ રાઠોડ દ્વારા હદય દિવસ વિશેની માહિતી આપી હતી હ્દય કેવી રીતે સ્વચ્છ રાખવું અને તેના વિશેના ઉપાયો સમજાવ્યા હતા અને પોષણ વિશે પણ માહીતી આપી હતી,તેમજ એડોલેશન હેલ્થ કાઉન્સેલર દ્વારા પણ હ્દય દિવસ કેમ માનવામાં આવે છે એનાથી થતાં રોગો વિશે પણ માર્ગદર્શન આપ્યું તેમજ હ્દય દિવસ નિમીત્તે ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં 1 થી 5 નંબર દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા અને તંદુરસ્ત વર્તન માટે તંદુરસ્ત મગજ ટોપિક ઉપર ‘ના કહેતા શીખવું ‘ રોલ પે દ્વારા સમજાવવામાં આવ્યું હતું,છોકરીઓને માસિક વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.
જેમા એમ.પી.એચ.એસ,
એડોલેશન હેલ્થ કાઉન્સેલર તેમજ શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા

કમલેશ પટેલ… તલોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here