ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા ભોજપરા પ્રાથમિક શાળામાં વ્યસનમુક્તિ જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન

0
5

ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા વાંકાનેર તાલુકાની શ્રી ભોજપરા પ્રાથમિક શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વ્યસન અંગેની જાગૃતિ દર્શાવતા વિવિધ ચિત્રો દોરવામાં આવ્યા હતા , જેમાં પ્રથમ નંબર પર વિજેતા કાલરા સના અને દ્રિતીય નંબર પર ખોરજીયા મહેક અને તૃતીય નંબર પર કડીવાર આરજુ એ મેળવ્યા હતો, વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું ત્યારબાદ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ ના સભ્ય તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસન થી થતા શારીરિક, આર્થિક અને સામાજિક નુકસાન અંગે માહિતગાર કર્યા હતા અને COTPA-2003 કાયદા અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી, આ કાર્યક્રમ નું સફળ સંચાલન શાળાના શિક્ષક રમીઝ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું, અંતમાં શાળાના આચાર્યશ્રી એસ.યુ.લોલાડીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસન પોતે જિંદગીમાં ક્યારેય ન કરવા તથા પોતાના પરિવારને પણ વ્યસન થી બચવા માટે સૂચન કર્યું હતું.
રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here