ડીસા હાઈવે પર નેશનલ હાઇવે ઓથોરિટી અને નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની નાટક ભજવ્યું

0
2

ડીસા હાઇવે પર હોસ્પિટલો અને બેંકોમાં પાર્કિગની વ્યવસ્થા ના હોઈ નેશનલ હાઇવે ઓથોરિટીની જમીન પર ગેરકાયદેસર ઉભા કરાયાં પાર્કિંગ…

લારી ગલ્લા અને પાથરણાના દબાણો હટાવ્યા જ્યારે માલતુજારના દબાણો યથાવત

ડીસા હાઇવે પર આજે ગાયત્રી મંદીરથી જલારામ મંદિર સુધી હાઈવે પરના દબાણો દૂર કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી અને નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે આ દબાણ હટાવવાની કામગીરીમા વ્હાલાદવાલાની નીતી અપવાની માત્ર લારી ગલ્લા અને પાથરણા વાળાના દબાણો હટાવવામાં આવ્યા હતા જ્યારે અનેક માલતુજારોના દબાણો બાબતે હાઈવે ઓથોરિટીએ યથાવત રાખ્યાનો આક્ષેપ લારી ગલ્લા વાળા દબાણદારો એ કર્યા હતાં જોકે ચુસ્ત પોલીસબંદોબસ્ત વચ્ચે આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી જેના પગલે દબાણદારોમાં ફફડતા વ્યાપી જવા પામ્યો હતો જોકે એક તરફ હાલમાં વરસાદની સીઝન વચ્ચે મોંઘવારીમાં મંદીનો માહોલ હોઈ ગરીબ અને જરૂરિયાત વાળા દબાણદારોને હટાવતા તેઓમાં રોષ જોવા મળ્યો હતો તેમાં એક ગરીબ લારી ધારક જણાવ્યું હતું કે હાઇવે ઓથોરિટી અને પાલિકાને માત્ર અમારા ગરીબોના દબાણ દેખાય છે જ્યારે અનેક ડોકટરો બિલ્ડર માફિયાઓ એ આડેધડ દબાણ આચરી રસ્તા પાર્કિંગ સાંકડા કરી નાખ્યા હોવા છતાં તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તો આવી બેધારી નીતિ કેમ તંત્ર રાખે છે જોકે અચાનક કોઈજ સૂચના વગર દબાણ હટાવવાની કાર્યવાહીના પગલે દોડધામ મચી જવા પામી હતી

(બોક્સ)…ડીસાના ભરચક વિસ્તાર એવા ગાયત્રીમંદીર જલારામ મંદિર વચ્ચે અનેક તબીબો ,શોપિંગ માલિકો અને મંદિરોનાં ટ્રસ્ટીઓ દ્વારા કિંમતી જમીન ઉપર દબાણ આચરવામાં આવ્યું છે વર્ષોથી તેઓ તેનો ભોગવતો કરી રહ્યા છે આ ઉપરાંત મંદીરોને બાગ બગીચા માટે ફળવેલી જમીન ઉપર પણ હેતુ ફેર કરી કોટ બનાવી કબ્જો કરી દેવામાં આવ્યો છે આ ઉપરાંત ડીસાના ગુલાબાનીનગર થી હાઇવે ને જોડતો સીધો રસ્તો પણ દબાણમાં ગરકાવ થઈ ગયો છે તેમ છતાં આ બાબતે વહીવટીતંત્ર કોઈ જ કાર્યવાહી કરતું નથી તે પણ એક વિચારવા જેવી બાબત છે.

બોક્સ.. ડીસા હાઇવે પર આનંદ હોસ્પિટલ એસ બી આઈ બેન્ક સહિત અનેક બેંકો આગળ નેશનલ હાઇવે ઓથોરિટીની જમીન પર ગેરકાયદેસર રીતે પાર્કિંગ કરી જમીનો પર વષોથી કબ્જો કરી દેવામાં આવ્યો છે અને નેશનલ હાઇવે ઓથોરિટીના સત્તાધિશો દ્વારા માત્ર મૌખિક સુચનાઓ આપી સંતોષ માની લેવામાં આવે છે પરંતુ કાયમી દબાણો દૂર કરી જમીનો ખુલ્લી કરવાની હિંમત દાખવી શકતા નથી તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા લગાવ્યા હતા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here