ડીસા માર્કેટયાર્ડમાં નવી મગફળી અને બાજરીની આવક શરૂ

0
0

પ્રથમ દિવસે મગફળીની 100 બોરી તેમજ નવી બાજરી 1100 બોરીની આવક

ડીસા માર્કેટ યાર્ડમાં ઉનાળુ મગફળી અને ઉનાળુ બાજરીની નવી આવકો શરૂ થઈ ગઈ છે. ચાલુ વર્ષે ડીસામાં બાજરીનું બમ્પર વાવેતર થતાં માર્કેટયાર્ડમાં આવકો ખૂબ જ પ્રમાણમાં રહેવાની સંભાવના છે.
ઉત્તર ગુજરાતના માર્કેટયાર્ડઓમાં અગ્ર ગણને ગણાતા ડીસા માર્કેટ યાર્ડમાં મગફળી અને બાજરીની ઉનાળુ સીઝન ની નવી આવકો શરૂ થવા પામી છે.પ્રથમ દિવસે મગફળીની 100 બોરીની આવક તેમજ નવી બાજરી 1100 બોરીની આવક નોંધાઈ હતી.
જેમાં મગફળીના ખેડૂતોને ખૂબ જ પોષણક્ષમ ભાવ મળ્યા હતા જેમાં પ્રતિ 20 કિલો ના ભાવ 1171/- થી 1201/- રહ્યા હતા .
તેમજ બાજરી ના પ્રતિ 20 કિલોના ભાવ 480 થી 503ના ભાવ નોંધાયા હતા. ચાલુ વર્ષે
બનાસકાંઠા માં મગફળીનું 28974 હેકટર જમીનમાં તેમજ બાજરી નું 169350 હેકટર જમીનમાં વાવેતર થયું છે.જેમાંથી ડીસામાં મગફળી 12739 તેમજ બાજરી 21524 હેકટર જમીનમાં વાવેતર થયું છે.
ડીસા માર્કેટ યાર્ડમાં ખેડૂતલક્ષી તમામ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે. ચાલુ વર્ષે ઉનાળુ બાજરી અને મગફળીનું વાવેતર વધુ થયું હોવાથી આગામી દિવસોમાં હજુ પણ માર્કેટ યાર્ડમાં આવકો પુષ્કળ પ્રમાણમાં વધવાની સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here