ડીસા ભીલડી હાઈવે પર ખુલ્લી ગટરમાં ઉંટ પડી જતાં દોડધામ મચી..

0
3

જીવદયાપ્રેમીઓ દ્વારા ક્રેનની મદદથી લોહીલુહાણ હાલતમાં ઉંટને બહાર કઢાયો…

નેશનલ હાઇવે ઓથોરિટીના સત્તાધિશો સામે જીવદયાપ્રેમીઓમાં ભારે આક્રોશ છવાયો ..

છેલ્લા કેટલાક સમયથી નેશનલ હાઇવે ઓથોરિટીની ગંભીર બેદરકારીને કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે લાખો કરોડો રૂપિયાનો ટોલટેકસ વસુલ કરી વાહનચાલકોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવાની મોટીમોટી વાતો કરતાં નેશનલ હાઇવે ઓથોરિટી અને ટોલ ટેક્સ વસૂલ કરતી કંપનીના સંચાલકોને માત્ર પૈસા કમાવવા રસ હોય તેવું દેખાઈ રહ્યું છે જનતાની સુખાકારી કે જાનમાલની સલામતી ની કોઈ ચિંતા ન હોય તેવું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે ડીસા થી ભીલડી હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી ખુલ્લી ગટરો નજરે પડી રહી છે જે ખુલ્લી ગટરમાં અનેકવાર પશુઓ પડી રહ્યા છે ત્યારે આજે સાંજના સુમારે ડીસા ભીલડી હાઈવે પર આખોલ ચાર રસ્તા પાસે એક ઉંટ પ્રસાર થઈ રહ્યો હતો તે દરમિયાન વાહનોનું હોર્ન વાગતાં ઉંટ ભડક્યો હતો રોડ પર દોડવા જતાં બાજુમાં નેશનલ હાઇવે ઓથોરિટીની ખુલ્લી ગટરમાં ઉંટ ખાબક્યો હતો જેને લઇને ઉંટ માલિક પણ મુસીબતમાં મૂકાયો હતો ઉંટને ગટરમાંથી બહાર કેવી રીતે કાઢવો તેણે લઈને મુંઝવણમાં મુકાયા હતા જે બાદ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતાં અને જીવદયાપ્રેમીઓ દ્વારા તાત્કાલિક અસરથી ક્રેન બોલાવી અને ભારે જહેમત બાદ લોહીલુહાણ હાલતમાં ઉંટને ખુલ્લી ગટરમાંથી બહાર કઢાયો હતો જ્યારે ગટરમાં પડેલા ઉંટને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવારની વ્યવસ્થા કરાઈ હતી જ્યારે ખુલ્લી ગટરમાં ઉંટની જગ્યાએ કોઈ વાહનચાલકો કે રાહદારીઓ પડ્યો હોત તો શું ‌હાલત થાય તેને લઈને સ્થાનિકો ભારે આક્રોશ છવાયો હતો અને લાખો કરોડો રૂપિયાનો ટોલટેકસ વસુલ કરતી નેશનલ હાઇવે ઓથોરિટીના સત્તાધિશો કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહ્યા હોય તેમ ડીસા શહેર સહિત આખોલ ચાર રસ્તા અને મુખ્ય નેશનલ હાઇવે રોડની બાજુમાં બનાવેલ કેટલીક ગટરોના ઢાંકણા આજેપણ ખુલ્લી હાલતમાં નજરે પડી રહ્યા છે ત્યારે કોઈ મોટી આકસ્મિક ઘટના ઘટે તે પહેલાં તાત્કાલિક અસરથી નજરે પડતાં ખુલ્લી ગટરના ઢાંકણા ઢાંકવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી વાહનચાલકો સહિત રાહદારીઓ અને સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here