ડીસા પ્રાંત કચેરી ખાતે ધારાસભ્યના અધયસથાને સંકલનની બેઠક યોજાઇ

0
3

શહેરની સમસ્યાઓ દૂર કરવા માટે નાયબ કલેકટર સહિત વહીવટીતંત્ર સાથે કરાઈ ચર્ચાઓ..

ડીસા પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય પ્રવીણ માળીના અધ્યક્ષ સ્થાને તાલુકાની સંકલન બેઠક યોજાઇ હતી. જેમાં ડીસા મતવિસ્તાર તેમજ શહેરી વિસ્તારના પ્રશ્નોની રજૂઆતો થતા સમસ્યાઓ દૂર કરવા ચર્ચા વિચારણા કરાઈ હતી.
ડીસામાં ધારાસભ્ય પ્રવીણ માળીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી તાલુકા સંકલનની બેઠકમાં લોકોએ વિવિધ સમસ્યાઓની રજૂઆત કરી હતી. જેમાં સમગ્ર ડીસા વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા રખડતા ઢોરોની છે. અગાઉ પણ રખડતા ઢોરો અંગે રજૂઆત થતા જાહેરમાં ઘાસ વેચવા પર પ્રતિબંધ મુકાયો હતો જોકે તેનો યોગ્ય પ્રમાણે અમલ ન થતા ફરીથી ડીસામાં રખડતા ઢોરોની સમસ્યા જૈસે થે થઈ ગઈ છે. જેથી જો જાહેરમાં લીલુ ઘાસ વેચાતું બંધ થાય તો જ આ સમસ્યાનો હલ થઈ શકે છે તેવી રજૂઆત કરાઈ હતી.
આ ઉપરાંત ડીસાના ઇન્દિરા નગર વિસ્તારમાં માથાભારે તત્વોની રંજાડ વધી રહી હોવાથી આ વિસ્તારમાં પોલીસ ચોકીની જરૂરિયાત છે તેવી રજૂઆત આ વિસ્તારના લોકોએ કરતા ઇન્દિરા નગરમાં પોલીસ ચોકી ઉભી કરવા પણ અંગે પણ ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત ડીસા શહેરના રસ્તા સફાઈ જેવા મુદ્દે પણ લોકોએ રજૂઆત કરી હતી. ધારાસભ્ય પ્રવીણ માળી અને નાયબ કલેક્ટરે પણ શહેર અને તાલુકાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે લોકોને તંત્રને સહયોગ આપવા જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here