ડીસા પાલનપુર હાઈવે પર બંસી કાઠિયાવાડી હોટલ સામે ટ્રક પાછળ બાઈક ઘુસી જતા અકસ્માત સર્જાયો…

0
2

અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા અરેરાટી પ્રસરી…

ડીસા દક્ષિણ પોલીસ સહિત 108 ટીમ અને નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ ઘટનાસ્થળે પહોંચી…

ડીસા પાલનપુર નેશનલ હાઇવે પર મોડી રાત્રે આગળ જઈ રહેલી ટ્રક પાછળ બાઇક સવાર બે યુવકો ઘુસી જતા ગોજારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવાર બંને યુવકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા

ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર એલિવેટેડ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં આખોલ ચાર રસ્તા પાસે પાર્લર ચલાવતા વિજયસિંહ દરબાર અને સુરેશસિંહ દરબાર બાઈક લઈને ભોયણ ગામ તરફ જઈ રહ્યા હતા.એલિવેટેડ બ્રિજ પૂરો થતાં અચાનક બાઈક ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક આગળ જઈ રહેલી ટ્રક પાછળ ગુસી જતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બાઈક સવાર બંને યુવકો રોડ પર પટકાતા લોહીલુહાણ થઈ જતા ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા.બનાવને પગલે ડીસા શહેર દક્ષિણ પોલીસ, નેશનલ હાઈવે ઓથોરિટી અને અદાણી કંપનીની ટીમ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી હતી અને આજુબાજુના લોકોના ટોળેટોળા સહિત તંત્રની ટીમો રાહત કામગીરીમા લાગી હતી. પોલીસે બંને મૃતકોની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક આખે આખું બાઈક ટ્રક નીચે ઘૂસી જતા કચ્ચરઘાણ વળી ગયો હતો અને આશાસ્પદ બંને યુવકોના મોત તથા પરિવારમાં માતમ છવાયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here