ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર ટ્રેલરનું ટાયર ફાટતાં અકસ્માત સજાયો

0
0

અકસ્માતમાં કેબીનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી..

ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર આજે ટ્રેલરનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો. એક ટ્રેલર ડીસાથી પાલનપુર તરફ જઈ રહ્યું હતું અને રસાણા પાસેથી પસાર થઈ રહ્યું હતું તે સમયે અચાનક ટ્રેલરનું ટાયર ફાટતા ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ટ્રેલર કેનાલ પર આવેલ સેફ્ટી વોલ સાથે ટકરાતા અકસ્માત સજાયો હતો. અકસ્માતમાં ટ્રેલર કેબીનનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
ઘટનાને પગલે આજુબાજુના લોકો તરત જ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી અને અકસ્માત ગ્રસ્ત ટ્રેલરના કેબિનમાંથી ચાલકને બહાર નીકળ્યો હતો અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામ થયો હતો. જ્યારે ક્રેનની મદદથી અકસ્માત ગ્રસ્ત ટ્રેલરને સાઈડમાં ખસેડી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here