ડીસા તાલુકાના મુડેઠા ગામના સરપંચને ચરખીવાળા ટ્રેકટરની ટક્કર મારીને મોતને ઘાટ ઉતારતા ચકચાર…..

0
11

તંગદીલી ફેલાતા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયુંપોલીસે ઘટના અંજામ આપનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો ડીસા તાલુકાના મુડેઠા ગામમાં જુની અદાવતના મામલે યુવાન સરપંચને એક શખસે ટ્રેકટર વડે ટક્કર મારીને મોતને ઘાટ ઉતારતા ઉશ્કેરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ગામમાં દોડી આવ્યો હતો. અને ચાંપતો બદોબસ્ત ગોઠવી આરોપીને પકડવા ચક્રો ગતી માન કર્યા હતા.ડીસા તાલુકાના મુડેઠા ગામના સરપંચ રાઠોડ કાન્તિજી તલજી ઉ.વ. ૪૭ જેઓએ અગાઉ ડ્રાઇવરમાથી છુટો કરેલ રાઠોડ ઇશ્વરજી શાંતિજી રહે. મુડેઠા (દુદાણી પાર્ટી) વાળાએ જુની અદાવતમાં મન દુઃખ રાખીને શનિવારના સાજના સુમારે રતનપુરાના ક્રોસિંગ આગળ ચરખીવાળા ટ્રેક્ટરથી જાનથી મારી નાખવાના ઈરાદે કાર ગાડીને આગળના ભાગે ટક્કર મારી રાઠોડ કાંન્તિજી તલજી પર ટ્રેકટર નાખી કચડી નાખી મોત નિપજાવી અને ભાગી ગયેલ. આ અંગે સાહેદ દિનેશજી બાબુજી રાઠોડએ ભીલડી પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવેલ છે. મૃતક સરપંચ કાંન્તિજીના મૃતદેહનું ડીસા સીવિલ હોસ્પિટલમા પેનલ તબીબો પોસ્ટમોટમ કરાવી પરિવારને મૃતદેહ સોપવામા આવ્યો હતો. જ્યારે સરપંચના મોતથી ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો હતો. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને ગામમાં અનિશ્વિત બનાવ ન બને તે માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો અને ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.જયારે આરોપીની ધરપકડ કરી કોવિડનો રિપોર્ટ કરાવી જેલના સળીયા પાછળ ધકેલી દીધેલ છે.જેની વધુ તપાસ ભીલડી ઇનચાર્જ પીએસઆઇ પી.એન.જાડેજા ચલાવી રહ્યા છે.

રિપોર્ટર… વેલાભાઈ પરમાર …કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here