ડીસા તાલુકાના નવા ગામે અગ્નિવીરની નવ મહિનાની ટ્રેનિંગ પૂરી કરી આવેલ યુવકનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

0
3

ડીજેના તાલે નીકળેલી અગ્નિવીરની શોભાયાત્રામાં મોટીસંખ્યામાં ગ્રામજનો જોડાયા…

ડીસા તાલુકાના નવા ગામનો વિજયજી ઠાકોર નામનો યુવક અગ્નિવીરમાં પસંદગી પામ્યો હતો ત્યારબાદ તે તાલીમ માટે ભોપાલ થયો હતો. જ્યાં નવ મહિના સુધી તેની તાલીમ લીધી હતી આ તાલીમમાં તેણે કોઈપણ પરિસ્થિતિમાં કઈ રીતે જીવવું જોઈએ, દેશના દુશ્મનોનો કઈ રીતે ખાત્મો બોલાવવો, દેશની રક્ષા કઈ રીતે કરવી અને જરૂર પડે તો પોતાના પ્રાણોની પણ આહુતી આપી દેશ અને દેશવાસીઓની કઈ રીતે રક્ષા કરવી તે માટેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવી હતી. 9 મહિનાની આ તાલીમ પૂર્ણ કરી પોતાના ગામે પરત ફરતા ગ્રામજનો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું નવા ગામના સરપંચ અને આગેવાનોએ સાથે મળી દેશ સેવામાં જોડાયેલ અગ્નિવીર વિજયજી ઠાકોરની ભવ્ય શોભાયાત્રા નીકાળી હતી.રુફ વાળી ગાડીમાં ધ્વજ સાથે નીકળેલ અગ્નિવીરની શોભાયાત્રામાં તમામ ગ્રામજનો જોડાયા હતા અને ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. અગ્નિવીર ની ભવ્ય શોભાયાત્રાથી ગામમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here