ડીસા તાલુકાના ઢુવા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો..

0
0

વૃક્ષ એ સૃષ્ટિ પરના દરેક જીવોની જીવાદોરી છે વૃક્ષો અનેક પ્રકારે જીવનમાં ઉપયોગી બને છે પર્યાવરણનું રક્ષણ, કીંમતી લાકડું, ખાતર, સતત ઓક્સિજન સાથે અનેક રીતે ઉપયોગી છે ત્યારે વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સંગઠનો અને સરકાર પણ વૃક્ષો વાવવાનો આગ્રહ રાખી અને તેનું જતન કરતી હોય છે,
ત્યારે આજરોજ ડીસા તાલુકાના ઢુવા ગામે ભારતીય જનતા પાર્ટી ડીસા તાલુકા પ્રમુખશ્રી ગલાબજી ઠાકોર ની અધ્યક્ષતામાં ઢુવા ગામના સમશાન ભૂમિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં ગામના યુવાનો સાથે ડીસા તાલુકા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી શ્રી બાબરસિગ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ચમનજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા માલધારી સેલ સહ સંયોજક જયેશભાઈ દેસાઈ, ડીસા તાલુકા ઉપપ્રમુખ ચેલાજી ઠાકોર, ડીસા તાલુકા મંત્રી અરવિંદભાઈ દેસાઈ, ઢુવા ડેપ્યુટી સરપંચ પ્રેમજીજી ઠાકોર, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ વાઘજીભાઈ ઠાકોર સહિત ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here