ડીસા જુનાડીસા રેલવે ફાટક પાસે એક કારમાં લાગી આગ સદનસીબે મોટી જાનહાનિ ટળી…

0
0

ડીસા પાલિકાની ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી…

ડીસા પાટણ હાઈવે પર ચાલુ કારમાં આકસ્મિક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ કર્મચારીઓ અને લોકોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો ડીસા તાલુકાના જુનાડીસા ગામ તરફથી એક કાર ડીસા તરફ આવી રહી હતી.જુનાડીસા ફાટક બંધ હોવાથી ટ્રાફિકજામ થયો હતો તે સમયે ટ્રાફિકના ઊભી રહેલી કારમાં શોર્ટ સર્કિટના કારણે આકસ્મિક આગના ધુમાડા નીકળવા લાગ્યા હતા.આગની જાણ થતાં જ કારનો ચાલક તરત જ બહાર નીકળી ગયો હતો જ્યારે કારમાં આગ લાગી હોવાનુ માલુમ પડતા જ ફાટક પાસે ઉભેલા પોલીસ કર્મચારીઓ સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા તેમજ આગ લાગેલી કારની આજુબાજુના તમામ વાહનોને દૂર ખસેડવાની કામગીરી તાબડતોબ શરૂ કરી હતી જ્યારે અન્ય લોકોએ આજુબાજુ માંથી પાણી લઈ આવી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ટ્રાફિકમાં ફસાયેલી કારમાં આગની ઘટના બનતા અન્ય વાહન ચાલકોને લોકોમા ભય ફેલાયો હતો.જો કે સ્થાનિક પોલીસ કર્મચારીઓ અને લોકોએ તાત્કાલિક આગ પર કાબુ મેળવી લેતા જાનહાની ટળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here