ડીસા જનસેવા કેન્દ્રમાં દાતા તરફથી આપવામાં આવેલ ઠંડાં પાણીની પરબ કાળઝાળ ગરમીમાં પણ બંઘ હાલતમાં નબળા વહીવટની નિશાન છે..

0
0

અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે જેમાં ખાસ કરીને ડીસામાં તાપમાનનો પારો દિનપ્રતિદિન ઉંચો વધી રહ્યો છે અને લોકો ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સરકાર દ્વારા પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને ગરમીથી બચાવા માટે અનેક પ્રયાસો હાથ ધરાયા છે પરંતુ ડીસામાં નબળા વહીવટીતંત્રની નિશાની બહાર આવી રહી છે ડીસા સરકારી કચેરીઓમાં વહીવટીતંત્રની અનેક બેદરકારી દિનપ્રતિદિન બહાર આવી રહી છે ત્યારે જનસેવા કેન્દ્રમાં આવતાં અરજદારો માટે એક દાતા તરફથી પીવાના ઠંડા પાણી માટે કુલર સાથે વ્યવહાર ઉભી કરી આપવામાં આવી હતી જે બાદ જનસેવા કેન્દ્રમાં દાખલા કઢાવવા માટે આવતા વિધાર્થીઓ અને અરજદારોને પીવાનું ઠંડુ પાણી મળી રહેતું હતું જ્યારે હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં દાતા તરફથી મુકવામાં આવેલ કુલર બંઘ હાલતમાં હોઈ પાણીની પરબ બંઘ હાલતમાં નજરે પડી રહી છતાં જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતા વહીવટીતંત્રના અધિકારીઓ એક કુલર રીપીરીગ કરાવી શકતાં નથી જે બતાવે છે કે સરકારી અધિકારીઓ કેવો વહીવટ કરતાં હશે જનસેવા કેન્દ્રમાં હાલમાં પૈસા ખર્ચીને મીનરલ વોટર જગ મુકવામાં આવી રહ્યા છે પરંતુ તૈયાર પાણીની પરબ ચાલું કરાવી શકતાં નથી શહેર મામલતદાર સહિત ઈ ધારા મામલતદાર દ્વારા જનતાને સુવિધા ઉપલબ્ધ કરાવામાં કોઈ રસ ના હોઈ તેવું દેખાઈ રહ્યું છે ત્યારે ડીસા નાયબ કલેકટર શ્રી દ્વારા જનસેવા કેન્દ્રમાં ઠંડા પાણીની પરબ તાત્કાલિક અસરથી ચાલું કરાવા માટે સુચના કરવામાં આવે તેવી જનમાગ ઉઠવા પામી રહી છે..

(બોક્સ.) ડીસા શહેરમાં ફરજમાં બેદરકારી દાખવતાં વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સામે જિલ્લા કલેકટર શ્રી દ્વારા યોગ્ય તપાસ કરાવે તે પણ ખુબજ જરૂરી છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here