ડીસા જનસેવા કેન્દ્રમાં એસીબી ટ્રેપ. ઝેરડા સર્કલ ઓફિસર સહિત નિવુત તલાટી 18.000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયાં…

0
3

ડીસા તાલુકાના મામલતદાર કચેરીના ઝેરડા સર્કલ ઓફિસર અને નિવૃત્ત તલાટી લાંચ લેતા ઝડપાયા છે. ખેડૂતની જમીનના ભાગ પાડી વારસાઈ કરવાની અને કાચી નોંધો મંજૂર કરવા માટે રૂપિયા 18000 ની લાંચ લેતા પાલનપુર એસીબી ટીમના હાથે રંગે હાથ ઝડપાયા છે.તલાટી નિવૃત્ત થયાના 26 વર્ષ બાદ પણ મોટી ઉંમરે ભ્રષ્ટાચાર માટે મામલતદાર કચેરીમાં બેસી કામ કરતા હતા.સમગ્ર રાજ્યમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર માઝા મૂકી છે.જેને ડામવા રાજ્યના લાંચ-રુશ્વત વિરોધી દળે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરેલો છે. ત્યારે આજે ડીસા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે બનાસકાંઠા એસીબી ટિમેં રીડ કરી સર્કલ ઓફિસર અને નિવૃત્ત તલાટીને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. આ અંગેની વિગત એવી છે કે ડીસા મામલતદાર કચેરીમાં આ કામના ફરિયાદીએ પોતાની જમીનમાં વારસાઈ કરવા તેમજ ભાઈઓ ભાગની જમીન જુદી પાડવા તેમજ વારસાઈની તેમજ વેચાણ દસ્તાવેજોની કાચી નોંધો પડાવવા અરજી મુકેલ હતી.જે નોંધો મંજૂર કરવા માટે ઝેરડાના ઇન્ચાર્જ સર્કલ ઓફિસર રમેશભાઈ નાનજીભાઈ પ્રજાપતિ દ્વારા ₹18,000 ની લાંચ માંગવામાં આવી હતી. જે ફરિયાદી આપવા ઇચ્છતા ન હોવાથી તેઓએ લાંચ વિરોધી દળનો સંપર્ક કર્યો હતો. જે અંતર્ગત એ.સી.બી.બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક કે એચ ગોહિલના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા એસીબી પી.આઈ.એન.એ ચૌધરીએ ટીમ સાથે ડીસાના જનસેવા કેન્દ્ર ખાતે છટકું ગોઠવ્યું હતું. જેમાં ઝેરડા સર્કલ ઓફિસર વતી કચેરીમાં બેસતા નિવૃત તલાટી દશરથલાલ ચુનીલાલ ત્રિવેદીએ ₹18,000 ની લાંચ સ્વીકારી તે પૈસા સર્કલ ઓફિસરને આપતા એસીબીએ બંનેને ઝડપી લીધા હતા.


એસીબી ટિમેં બંને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દશરથલાલ ત્રિવેદી અગાઉ ડીસામાં તલાટી તરીકે કામ કરતા હતા. તેઓ નિવૃત્ત થયાના 26 વર્ષ બાદ પણ દરરોજ સરકારી કામકાજમાં ભ્રષ્ટાચાર રૂપી મલાઈ મળતી હોવાથી મોટી ઉંમરે દરરોજ મામલતદાર કચેરીમાં બેસી કામ કરતા હતા. નિવૃત્તિના 26 વર્ષ બાદ પણ તેઓએ ભ્રષ્ટાચાર કરવાનું છોડ્યું ન હતું.જેમાં આજે તેઓને જેલ જવાનો વારો આવ્યો છે…

બોક્સ… ડીસા મામલતદાર કચેરી સહિત જનસેવા કેન્દ્રમાં છેલ્લા કેટલાય સમયથી ફોલ્ડર રાજ ચાલી રહ્યું છે જ્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તાજેતરમાં જાહેરનામું બહાર પાડીને જિલ્લાની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓ પ્રવેશ કરવો નહીં છતાં જનસેવા કેન્દ્ર અને મામલતદાર કચેરીમાં ટેબલે ટેબલે ફોલ્ડર રાજ ચાલી રહ્યું છે અને ખુલ્લેઆમ અરજદારો પાસેથી પૈસા લેવાતા હોવાની બુમરાણ ઉઠવા પામી છે ત્યારે આજે એસીબી ટ્રેપથી જનસેવા કેન્દ્રમાં પર્દાફાશ થયો છે હવે મામલતદાર કચેરીમાં સરકારી ટેબલો પર બેસીને વહીવટ કરર્તા બિન અધિકૃત વ્યક્તિઓ સામે પણ તપાસ હાથ ધરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જનમાગ ઉઠવા પામી રહી છે…્

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here