ડીસા કાંટ રોડ પર અજાપુર પીક અપ સ્ટેન્ડ રાત્રે દરમિયાન અજાણ્યા શખ્સોએ તોડી પાડતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ છવાયો..

0
0

ડીસા તાલુકાના કાંટ ગામે રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ પીકઅપ સ્ટેન્ડ તોડી પાડ્યું હોવાની ઘટના સામે આવી છે.બનાવને પગલે ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો જ્યારે તલાટી અને વહીવટદાર ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી
ડીસાથી દાંતીવાડા જતા રસ્તા પર કાંટ ગામે સરકાર દ્વારા વર્ષો પહેલાં રોડ પર બનાવેલ પિકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું. જેથી આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો આ પીકઅપ પાસે ઊભા રહી શકે તેમજ ગામના લોકો પણ જવા આવવા માટે આ પીકઅપ સ્ટેન્ડ પર બેસીને વાહનોની રાહ જોઈ શકે. પરંતુ ગત રાત્રે અજાણ્યા શખ્સોએ આ પીકઅપ સ્ટેન્ડ તોડી પાડ્યું હતું. વહેલી સવારે પીકઅપ સ્ટેન્ડ પાડ્યું હોવાની જાણ થતા જ ગ્રામજનોના ઘટના સ્થળે ટોળેટોળા ઉમટ્યા હતા અને પીકપ સ્ટેમ્પ તોડી પાડનાર અજાણા શકશો સામે કડક કાર્યવાહી કરવા ની માંગ કરી હતી
આ મામલે ગ્રામજનોએ ફરિયાદ કરતા તલાટી કમ મંત્રી શીતલબેન ઠક્કર અને વહીવટદાર ગીરીશભાઈ પટેલ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થળનું પચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે વહીવટદાર ગીરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે હાઈવે પર આવેલ સરકારી પીકઅપ સ્ટેન્ડ કોઈ અજાણ્યા શખ્સોએ તોડી પાડ્યું છે આ બનાવની માહિતી મળતા જ તેઓ તરત જ તલાટી સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પંચનામુ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here