ડીસા એસ.ટી.ડેપોમાં માંડવીથી અંબાજી જતાં બસમાં એક યુવક અને યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી

0
11

ડીસા….

પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યાની ઘટના હોવાનું અનુમાન

ડીસા એસ.ટી.ડેપોમાં માંડવીથી અંબાજી જતાં બસમાં એક યુવક અને યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ યુવક અને યુવતી રાધનપુર બાજુથી પાલનપુર જવા માટે બસમાં સવાર થયા હતા પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યાની ઘટના હોવાનું પોલીસને અનુમાન છે પરંતુ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ડીસા બસ સ્ટેન્ડમાં માંડવીથી અંબાજી જતી બસમાં સવાર બે મુસાફરો મૃત હાલતમાં મળી આવ્યા છે યુવક યુવતી રાત્રે સવા બે વાગે પાલનપુર જવા માટે માંડવીથી અંબાજી જતી બસમાં સવાર થયા હતા અને વહેલી સવારના સાડા ચાર વાગ્યે આ બસ ડીસા બસ સ્ટેન્ડ પર પહોંચી ત્યારે બસના કંડક્ટર દ્વારા છેલ્લી સીટ પર બેઠેલા આ બંને મુસાફરોને ચા પાણી માટે જગાડવા જતાં યુવક યુવતી સીટની નીચે પડી ગયેલા જણાયા હતા જેથી કંડકટરે આ ઘટના અંગે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં 108 એમ્બ્યુલન્સે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ કરતાં આ બંને યુવક અને યુવતીના મોત નીપજી ચૂક્યા હતા જેથી આ ઘટનાની જાણ ડીસા શહેર ઉત્તર પોલીસને કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં ઉત્તર પોલીસ મથકથી પોલીસની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી મૃતકોના મૃતદેહને ડીસાની સરકારી હોસ્પિટલ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયા હતા જેથી પોલીસે તાત્કાલિક તેના પરિવારજનોને જાણકારી મેળવવા ના પ્રયત્નો હાથ ધર્યા હતા જોકે યુવક યુવતી એ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ લગાવી રહી છે અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here