ડીસા આદર્શ હાઇસ્કુલની વિધાથીનીઓએ સબ જેલમાં કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી…

0
0

ડીસાની સબજેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. આદર્શ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ આરોપીઓને રાખડી બાંધી તેઓ જલ્દી જેલમાંથી છૂટી પરિવાર સાથે શાંતિની જિંદગી વિતાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી


ડીસાની સબજેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા આજે મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી. જુદા જુદા ગુનામાં સજા કાપતા ભાઈને વિદ્યાર્થીનીઓએ રાખડી બંધાતા ખુશી છલકાઈ હતી.ડીસાની આદર્શ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓ આજે રક્ષા બંધન પર્વની ઉજવણી માટે સબજેલ ખાતે પહોંચી હતી જ્યાં બહેનોએ વિધિવત રીતે આરોપીઓને કંકુ-ચાંદલા કરી રાખડી બાંધી મોઢુ મીઠુ કરાવી રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી હતી. આ અંગે વિદ્યાર્થીની ધનુ ગોસ્વામી અને તનીષાએ જણાવ્યું હતું કે આદર્શ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓ આજે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા માટે ડીસાની સબજેલ ખાતે પહોંચી હતી. જ્યાં જેલમાં બંધ કાચા કામના આરોપીઓને કુમકુમ તિલક કરી કલાઈએ રાખડી બાંધી હતી અને તમામ આરોપીઓ જલ્દીથી જેલમાંથી છૂટી જાય, તેમના પરિવાર સાથે મિલન થાય અને બાકીની જિંદગી શુખ શાંતિથી વિતાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here