ગરીબોને ભોજન કપડા સહિત અનેક જરૂરિયાતમંદોને કરવામાં આવે છે મદદ
ડીસામાં ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે વર્ષથી અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેમાં ગરીબ પરિવારોને ભોજન કપડા તેમજ રાશન કીટ આ ઉપરાંત જરૂરિયાત મંદ લોકો ને પણ મદદ કરવામાં આવે છે કોરોના ની મહામારી દરમિયાન પણ આ ટ્રસ્ટ દ્વારા ખૂબ સારા કાર્યો કરવામાં આવ્યા છે
ડીસા શહેરમાં છેલ્લા બે વર્ષથી કાર્યરત ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ આશિષ શાહ અને તેમની ટીમ દ્વારા અનેક સેવાકિય કાર્યો કરવામાં આવે છે જેમાં ઝૂપડપટ્ટીમાં રહેતા ગરીબ લોકોને કપડા ચપ્પલ ભોજન તેમજ રાસન કીટનું વિતરણ કરવામાં આવે છે.આ ઉપરાંત આ ટ્રસ્ટ દ્વારા કોરોનાની મહામારી દરમિયાન પણ ગરીબ પરિવારોને બે ટાઈમ ભોજન અને ફલો મીટર ઓક્સિજન બોટલ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવાની સાથે જરૂરીયાતમંદ લોકોને વિવિધ મદદ પણ કરવામાં આવી હતી
ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત બે વર્ષ થી વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે અને આ સંસ્થાના કાર્યો અને શહેરીજનો પણ બિરદાવી રહ્યા છે અને શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ આશિષભાઈ શાહનું સન્માન પણ કરાયું છે.આ ઉપરાંત સૌથી વધુ લોકોએ સોશિયલ મીડિયા ઉપર આ સંસ્થાના પ્રમુખ ને અભિનંદન પણ પાઠવ્યા છે..
પટેલ હર્ષદ, ડીસા..