ડીસામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભારત સેનાના જનરલ બીપીન રાવતજીને શ્રદ્ધાંજલિ અપાઈ

0
4

દેશના જવાનો આપણે ઘરોમાં સુરક્ષિત રહીએ તે માટે સીમાઓ પર રાત-દિવસ ફરજ બજાવતા હોય છે.પોતાના પરિવારથી દુર રહી દુશ્મનો સામે સીનાતાન ઉભા રહે છે.ત્યારે આજે આપણે સુરક્ષિત છીએ.ત્યારે આવા જ એક ભારત સેનાના જનરલ બીપીન રાવતજી તેમજ તેમના પત્નીનું હેલિકોપ્ટરની દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે.જેને લઈ હાલમાં સમગ્ર દેશભરમાં શોક જોવા મળી રહ્યો છે. અને વિવિધ સંસ્થાઓ તેમજ સ્થાનિક લોકો અલગ અલગ રીતે જનરલ, તેમની ધર્મ પત્નીની તેમજ અન્ય 12 લોકોની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.ત્યારે આજે ડીસામાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભારત સેનાના જનરલ બીપીન રાવત જી તેમના ધર્મ પત્ની સાથે હેલિકોપ્ટરની દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો ત્યારે જબ તક સૂરજ ચાંદ રહેગા બીપીન રાવતજી તુમ્હારા નામ રહેગા ના નારા સાથે તેમને અને તેમના પરિવારને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં સ્થાનિક કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહી શ્રદ્ધાંજલિ આપી હતી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here