ડીસાની આદર્શ હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધાનું આયોજન કરાયું..

0
1

જિલ્લાની અલગ અલગ શાળાના 105 ખેલાડીઓએ ભાગ લીધો હતો

ડીસાની આદશૅ હાઈસ્કુલ ખાતે આજે જીલ્લા કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધાનું આયોજન કરાયું હતું. એક દિવસીય આ સ્પર્ધામાં અંડર 19,17,14 ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું ઉદ્ઘાટન આદશૅ હાઈસ્કૂલના પ્રધાનાચાયૅ ચિરાગભાઈ પંચાલના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યારે સંચાલન હરેશભાઈ પવાયા અને રેફરી તરીકે પ્રકાશભાઈ ગાયકવાડની ટીમ ભૂમિકા ભજવી હતી.આ સ્પર્ધમાં જિલ્લાની અલગ અલગ શાળાઓમાંથી કુલ 105 ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા હતા.જેમા આદશૅ હાઈસ્કૂલના તમામ ખેલાડીઓ વિજેતા બન્યા હતા. આ સ્પર્ધા અંગે સંચાલન કરનાર હરેશભાઈ પવાયાએ જણાવ્યું હતું કે આ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં જે ખેલાડીઓ વિજેતા બનશે તે આગામી સમયમાં સ્ટેટ લેવલે અને ત્યારબાદ નેશનલ લેવલે રમવા માટે જશે. જે સમગ્ર સ્પર્ધાનું આયોજન ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે માર્શલઆર્ટ પ્રકારની ટેકવોન્ડૉ રમત મૂળ દક્ષિણ કોરિયાની રાષ્ટ્રીય રમત છે જેનો વર્ષ 2000 થી બીજિંગ ઓલમ્પિકથી ઓલમ્પિક ગેમ્સમાં સમાવેશ કરાયો છે. હાથ અને પગની મદદથી રમાતી રમતમાં બે સ્પર્ધકોએ સર્કલમાં રમવાનું હોય છે. જેમાં સ્પર્ધક કમર પર બાંધેલા બેલ્ટથી નીચે મારી શકતો નથી. છાતી અને મો પર હાથ અને પગ મારવાથી પોઇન્ટ મળે છે જેમાં મો પર કિક કે હાથ મારતા ત્રણ પોઇન્ટ જ્યારે પેટ પર હાથ કે પગ લાગતા બે પોઇન્ટ મળે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here