ડીસાના સાહીલમાં પાર્કમાં રોડ રસ્તા સહિત પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવા આવેદનપત્ર પાઠવ્યું

0
3

ચીફ ઓફીસર સહિત નાયબ કલેકટર અને ધારાસભ્યને અપાયુ આવેદનપત્ર

ભેદભાવ રાખી અને પાસ થયેલા રોડ અન્ય જગ્યાએ ફેરવાતા, વોટીંગનો બહીસ્કાર કર્યા બાદ, ન્યાય નહી મળે તો વેરો નહી ભરી કાનુની રાહે જવાની ચીમકી અપાઈ

બનાસકાંઠા જીલ્લાની આર્થીક નગરી ડીસામાં નગરપાલીકાની હદમાં વોર્ડ નં. ૯ માં આવેલ સાહીલ પાર્કમાં સોસાયટીમાં રોડ રસ્તા અને પાયાની જરૂરીયાતો મેળવવા સોસાયટીના રહીશો દ્વારા ડીસા નગરપાલીકા ચીફ ઓફીસર, નાયબ કલેકટર અન ધારાસભ્યને આવેદનપત્ર આપી જણાવવાયુ હતુ કે સાહીલ પાર્કમાં ભુગર્ભ ગટર બન્યાને વર્ષો વિતી ગયા છતાય ખાડા ટેકરા વાળા કાચા ખર્બચડા રોડ રસ્તા છે, તથા અન્ય પાયાની સુવીધાઓથી વંચીત છે તેઓને અનેક વખત ઓન પેપર સાહીલ પાર્કના સી.સી રોડ પાસ થઇ ગયા છે તેમ બતાવી બીજી જગ્યાએ અગાઉ બનેલા પાકા રોડ ઉપર બીજા રોડ બનાવી નાખેલ તથા હાલ સોસાયતીના નાકા સુધી સી.સી રોડ પાસ થઇ ગયેલ છે, ત્યારે તેમાં પણ સાહીલ પાર્કને બાકાત રખાતા તેના લીધે વોર્ડ નં. ૯ ના સત્તાધીસો સાહિલ પાર્ક સોસોયટી પ્રત્યે જાણી જોઈ ભેદભાવભરી નીતી અપનાવી સોસાયતીને પાયાના કામોથી વંચીત રાખતા હોય તેવા દ્રશ્યો સ્પષ્ટ નજર સમક્ષ આવે છે જેના પગલે હાલ યોજાયેલ પેટા ચુંટણીમાં સાહીલ પાર્કના મતદાતાઓ દ્વારા મતનો બહીસ્કાર કર્યા બાદ ન્યાય નહી મળે ત્યાં સુધી નગરપાલીકાનો વેરો નહી ભરી કાનુનનો સહારો લેવાની ચીમકી પણ અપાઈ હતી ઉલ્લેખનિય છે કે જી.ઇ.બી સ્ટેશનની પાછળ અને વિવેકાનંદ હાઇસ્કુલની પાસે આવેલ સાહીલ પાર્ક સોસાયટીના રહીસોમાં મોટાભાગના લોકો નોકરિયાત તથા વેપારી વર્ગના છે અને બઝારમાં વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી ખુબજ શાંતિ પ્રિય હોવાની છબી ધરાવે છે તથા ભુતકાળમાં તમામ ટેક્ષ સમયસર ચૂકવતા પણ આવ્યા છે ત્યારે તાત્કાલિક અસરથી સાહિલ સોસાયટીમાં રોડ રસ્તાઓ સહિત પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી સોસાયટીના રહીશો દ્વારા માંગ કરવામાં આવી હતી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here