ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી દ્વારા શ્યામ બંગ્લોઝ ભાગ 2 ખાતે ‘સંસ્કૃતિ કી પાઠશાલાની નવી પહેલ..

0
0

ઇનોવેટીવ પ્રવૃત્તિઓ માટે જાણીતા ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીના પ્રેરક માર્ગદર્શન હેઠળ શ્યામ બંગ્લોઝ ભાગ 2 કમિટી દ્વારા સંસ્કૃતિ કી પાઠશાલા’ તા.3/08/2023 થી કાર્યરત કરવામાં આવી છે. હાલની નવી પેઢી (આપણા બાળકો) હિન્દુ સંસ્કૃતિથી માહિતીગાર થાય,તેઓ મૂલ્ય શિક્ષણ સહજ રીતે શીખે,સંસ્કારો તેઓના આભૂષણ બને તેવા સુંદર હેતુથી ‘સંસ્કૃતિ કી પાઠશાલા’ 5 વર્ષ થી ધોરણ 9 સુધીના સોસાયટીના કુમાર/કન્યાઓ માટે પ્રારંભ કરવામાં આવ્યો હતો. તાલીમી શિક્ષક ભાસ્કરભાઈ શર્મા દ્વારા આ કુમાર/ કન્યાઓને હિન્દુ સંસ્કૃતિ વિશેની સઘન તાલીમ આપવામાં આવી રહી છે. આ ‘સંસ્કૃતિ કી પાઠશાલાની ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઇ માળી,સંજયભાઈ બ્રહ્મભટ્ટ (મહામંત્રી ,બનાસકાંઠા જિલ્લા ભાજપ) રાજુભાઈ ઠક્કર (પ્રમુખ ,નગરપાલિકા ડીસા) કોર્પોરેટરશ્રીઓ શૈલેષભાઈ રાયગોર, પ્રશાંતભાઈ ભાટી, ભદ્રેશભાઈ મેવાડા , મોતીલાલ પ્રજાપતિ સૌ સાથે મળી આજે શુભેચ્છા મુલાકાત લીધી હતી. કમિટી દ્વારા સૌનું કુમકુમ તિલક, ફૂલહાર, શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું .ત્યારબાદ પાઠશાળામાં વિદ્યાર્થીઓને કેવી રીતે શીખવવામાં આવે છે તેની માહિતી શિક્ષક શ્રી ભાસ્કરભાઈ શર્મા દ્વારા આપવામાં આવી . ધારાસભ્ય દ્વારા બાળકો સાથે વિસ્તૃત પ્રશ્નોત્તરી કરી તેઓ કેટલું શીખ્યા છે ,જાણે છે, તેની ચકાસણી કરી હતી. બાળકો દ્વારા પ્રશ્નોત્તરીના સચોટ જવાબ, શ્લોક, ભારતીય સંસ્કૃતિ વિષેની માહિતી, પ્રાર્થના, યોગ અને તેઓની સુંદર રજૂઆતથી ધારાસભ્ય સહિત ઉપસ્થિત સૌ મહેમાનો ,સોસાયટીના રહીશો, મહિલાઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, સંજયભાઈ બ્રહ્મભટ્ટ અને રાજુભાઈ ઠક્કરે પોતાના ઉદબોધનમાં બાળકોને અભિનંદન આપી બિરદાવ્યા હતા અને આગામી સમયમાં ડીસા શહેરની તમામ સોસાયટી અને દરેક ગામ દ્વારા આવી પાઠશાળાનો પ્રારંભ કરવામાં આવે તેના થકી મૂલ્ય શિક્ષણ પાયાની બાબત હોઇ નવી પેઢી સહજ રીતે શીખે તે માટે લોકો ,માતા પિતાની સામેલગીરી મહત્વની હોઇ સૌને સહકાર આપવા અપીલ કરી હતી .શ્યામ બંગ્લોઝ ભાગ 2 કમિટીને આવું સમાજ ઘડતરનું નાવીન્યપૂર્ણ કાર્ય કરવા બદલ અભિનંદન આપ્યા હતા શિક્ષક ભાસ્કરભાઈ શર્મા અને પ્રવિણભાઈ સાધુનું ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્ય, જિલ્લા ભાજપ મહામંત્રી અને ડીસા શહેર પ્રમુખશ્રી દ્વારા ફુલહાર અને શાલથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here