ડાયાબિટીસ હરાવો અભિયાન અંતર્ગત રોટરી દ્વારા દેશભરમાં ૧૦ લાખ લોકો નુ ટેસ્ટિંગ

0
7

World heart day ના અનુસંધાને રોટરી હેલ્થ મિશન ઇન્ડિયા અંતર્ગત Defeat Diabetes campaign દ્વારા દેશ ભરમાં તમામ રોટરી કલબ દ્વારા ડાયાબિટીસ ની તપાસ કરી ડાયાબિટીસ ને હરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો
રોટરી કલબ પાટણ દ્વારા આ અભિયાન અંતર્ગત વહેલી સવારે આનંદ સરોવર ખાતે મોર્નિંગ વોક કરતા નાગરિકો નુ બ્લડ સુગર તપાસ કરવામાં આવ્યું તેમજ પાટણ ના જાણીતા ફિઝીશિયન ડો કાનજીભાઈ રબારી ની ઉપસ્થિતિ માં તેમની હોસ્પિટલ ખાતે ૧ વાગ્યા સુધી વિનામુલ્યે બ્લડ સુગર ની તપાસ કરવામાં આવી હતી. સાથે સાથે રોટેરિયન બાબુભાઈ પ્રજાપતિ ની વિવેક પેથોલોજી લેબોરેટરી માં તથા એકસપરિમેટલ સ્કુલ ના શિક્ષકો ની પણ તપાસ કરવામાં આવી
આ અભિયાન મા રોટરી પ્રેસિડેન્ટ રાજેશ મોદી, સેક્રેટરી શૈલેષ સોની, પ્રોજેક્ટ ચેરમેન બાબુભાઈ પ્રજાપતિ, આસી.ગવર્નર હરેશ પટેલ, જયરામ પટેલ, ઝુઝારસિંહ સોઢા, અતુલ પટેલ , ધનજી ભાઇ , મનસુખભાઈ , રણછોડ ભાઇ સહીત રોટેરિયન મિત્રો એ સેવા આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here