ટીંટોઈ ખાતે ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ આંદોલન

0
9

ટીંટોઈમાં એક સાથે ૬૭ ઘરોમાં ગાયત્રી યજ્ઞ

ઋત્વિક સોની.અરવલ્લી

કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં માનવતાની સેવામાં સંવેદના સાથે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા સંભવત: સહાયરૂપ બનવા પ્રયત્નશીલ રહ્યું છે.
ભારતીય સંસ્કૃતિમાં ગાયત્રી યજ્ઞ એ આધ્યાત્મિક સ્તરે પણ વૈજ્ઞાનિક રીતે સમગ્ર વાતાવરણ શુદ્ધિકરણ માટે સેનેટાઈઝ કરવા માટે શ્રેષ્ઠ ઉપાય છે. હાલની પરિસ્થિતિ ગામ સમસ્ત સામુહિક યજ્ઞ આયોજન કરવા સામુહિક સ્વાસ્થ્યની સુરક્ષાને જોતા યોગ્ય નથી. જેથી ગાયત્રી પરિવાર દ્વારા ટીંટોઈ ખાતે તા. ૨૬ સપ્ટેમ્બર, રવિવારે એક જ દિવસે એક સમયે અલગ અલગ સડસઠ (૬૭) ઘરોમાં ગાયત્રી યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું.

જેથી આ સડસઠ ઘરોમાં યજ્ઞમાં ઔષધીય જડીબુટ્ટીઓ યુક્ત બનાવેલ હવન સામગ્રીની આહુતિ આપવામાં આવી. આ ઔષધિ યુક્ત યજ્ઞિય વાયુના વાતાવરણથી સમગ્ર ટીંટોઈ યજ્ઞમય બની ગયું. સાથે સાથે આ ઘરોમાં યજ્ઞની પૂર્ણાહુતિમાં યજમાનોએ પોતાના જીવનમાં કુરિવાજો, વ્યસનોથી દૂર રહેવા તથા સત્પ્રવૃતિઓ, સદ્વિચારો સાથે જોડાવા સંકલ્પ લેવામાં આવ્યા. આ યજ્ઞ આંદોલન સફળ બનાવવા દરેક ઘેર યજ્ઞ કર્મકાંડ માટે અરવલ્લી જીલ્લાના મોડાસા, ભિલોડા, બાયડ, મેઘરજ, માલપુર, ધનસુરા તાલુકા તેમજ સાબરકાંઠા જિલ્લામાંથી પણ હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, વડાલી, પ્રાંતિજ તાલુકાઓમાંથી ગાયત્રી પરિવારના સાધકો આ ટીંટોઈ ખાતે આવીને ગૃહે ગૃહે યજ્ઞ કરવા પુરોહિતની ભૂમિકા નિભાવી.
ગાયત્રી પરિવાર અરવલ્લી જીલ્લા સંયોજક શ્રી હરેશભાઈ કંસારા એ ઉપરોક્ત માહિતી આપતાં જણાવ્યું કે આ સમગ્ર આયોજનમાં શ્રી અમૃતભાઈ પટેલ, રેવાસ ના નેતૃત્વમાં આયોજન કરવામાં આવ્યું. ટીંટોઈ ખાતેના ગાયત્રી સાધકો દ્વારા તેમજ અરવલ્લી અને સાબરકાંઠા બંને જીલ્લાના ગાયત્રી સાધક ભાઈઓ બહેનો એ આ સમગ્ર આયોજન સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here