ઝાલોદ વિધાનસભા જીતવા સંગઠન મજબૂત કરવા ભાર મુકતા નરેન્દ્ર સોની.

0
12

ભારતીય જનતા પાર્ટી ઝાલોદ તાલુકા ની મીટીંગ લીમડી એચીવર સ્કૂલ ખાતે યોજાઇ હતી.

સમગ્ર ગુજરાતમાં 20 તારીખે બાર વાગે તમામ ભારતીય જનતા પાર્ટીના મંડળોમાં એક સાથે એક જ સમયે સંગઠનની બેઠક યોજાઇ હતી જેને પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબ વર્ચ્યુલ સ્વરૂપે સંબોધન કર્યું હતું , અને આગામી કાર્યક્રમોની માહિતી આપી આગામી સમયની અંદર ” મન કી બાત ” જેવા વિવિધ કાર્યક્રમો થાય તે માટે તેમણે સૂચન કર્યું હતું ,ત્યાર બાદ વડાપ્રધાન શ્રી 25મી એ પેજ કમેટીના સભ્યો સાથે વર્ચ્યુલ સ્વરૂપે વાત કરશે તે માટે વધુમાં વધુ રજિસ્ટ્રેશન કરવા ભાર મુક્યો હતો. આ બેઠકને ઝાલોદ ભાજપના સંગઠનના તમામ પદાધિકારીઓએ સાંભળી હતી , ત્યારબાદ ઉપસ્થિત શ્રીવાલજીભાઈ મેંડા સાહેબ તેમજ જીલા મહામંત્રી નરેન્દ્રભાઈ સોની સાહેબ આગામી સમયમાં પેજ કમિટી , બુથ સમિતિ મજબૂત કરવા માટે ભાર મૂક્યો હતો.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here