ઝાલોદ ના યુવક યુવતી દ્વારા અંગ દાન નો સંકલ્પ

0
6
 ઝાલોદ નગર ના રહેવાસી નાથુભાઇ અગ્રવાલ ના પુત્ર અને પુત્રવધૂ દ્વારા પોતાની 13 મી વૈવાહિક જીવનની વર્ષગાંઠ નિમિત્તે પોતાના મરણ પછી પોતાના શરીર ના અવયવો નું અંગદાન નો મહત્વનો નિર્ણય લીધો, ઝાલોદ નગર મા દરેક સેવાકાર્ય મા સદા અગ્રેસર તેમ જ લોકસેવા અને દાનધર્મ તેમ જ લોકહિત ના કામ મા સદા તત્પર રહેતા નાથુભાઈ અગ્રવાલ ઝાલોદ નગર મા સદા અગ્રેસર રહે છે પોતાના પિતા ને સદા આવા સત્કર્મ કરતા દેખતાં શ્રી રામ અગ્રવાલ મા પણ સદા આવા જ ઉત્તમ કાર્ય કરવાની ધગશ રહેતી

શ્રી રામ અગ્રવાલ અને તેમની પત્ની પણ સદા દાનધર્મ તેમ જ સેવા કાર્ય મા તત્પર રહેતા આવેલ છે પોતાના જીવન પછી પણ લોકો ના જીવ બચાવવા માટે તેમણે અંગદાન નું મહત્વ નો નિર્ણય લીધો જેથી કોઈ ના પરીવાર ના માતા પિતા, ભાઈ કે સગાવ્હાલા ને જીવન જીવવા મા મદદ રૂપ થવાય અને એમનું જીવન બચાવી શકાય તેમ જે મરણ પછી પણ કોઈ ના જીવન માં અજવાળું કરી શકાય અને અંગદાન કરી કોઈ ને નવ જીવન આપી શકાય તેવું તેમનો નિર્ધાર હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here