ઝાલોદ તાલુકાની નવી વસાહત નાનસલાઈ પ્રાથમિક શાળાના બાળકોને દાતાશ્રીઓ દ્વારા ફ્રી ડીશ, સેટ અપ બોક્સ અને એલઈડી ટીવી આપવામાં આવ્યા

0
7

ઝાલોદ તાલુકાની નવી વસાહત નાનસલાઈ પ્રાથમિક શાળાના બાળકોને દાતાશ્રીઓ દ્વારા ફ્રી ડીશ, સેટ અપ બોક્સ અને એલઈડી ટીવી આપવામાં આવ્યા

ઝાલોદ તાલુકાની નવી વસાહત નાનસલાઈ પ્રાથમિક શાળાના બાળકોને ઘરે બેઠા શિક્ષણ મળે તે માટે દાતાઓ દ્વારા ફ્રી ડીશ અને સેટપ બોક્સ સાથે એલઇડી ટીવી સહિત ત્રણ સેટ દાનમાં આપવામાં આવ્યા. આજરોજ તારીખ ૦૮/૦૭/૨૦૨૧ ના રોજ સરકારી વિજ્ઞાન કોલેજ ઝાલોદ ખાતે માનનીય ડી.પી.ઓ શ્રી મયુર પારેખ સાહેબની પ્રેરણાથી દાતાઓ દ્વારા મળેલ એલ.સીડી, ટીવી સેટ દાહોદ જિલ્લાના માનનીય સાંસદ શ્રી. પૂર્વ ધારાસભ્ય માનનીય શ્રી મહેશભાઈ ભુરીયા, માનનીય શ્રી બી. ડી. વાઘેલા, માનનીય જિલ્લા પ્રમુખ શ્રી, માનનીય કલેકટર શ્રી અને માનનીય શ્રી જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ઝાલોદ તાલુકા ની નવી વસાહત નાનસલાઈ ના વંચિત બાળકોના અભ્યાસ માટે શાળાના નોડલ શિક્ષકશ્રીઓ અને આચાર્યશ્રી ને અર્પણ કરવામાં આવ્યા.

હાલ બાળકોનું પ્રત્યક્ષ શિક્ષણ સક્ય નથી ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ચેનલ મારફતે અને અન્ય વર્ચ્યુઅલ માધ્યમો દ્વારા ભણાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં વાલીઓ પાસે ટીવી પણ નથી જેથી આ શિક્ષણ મેળવવું એમના માટે શક્ય નથી.

ત્યારે ઝાલોદ તાલુકાના પૂર્વ સી.આર.સી.કો.ઓ. અને નવી વસાહત નાનસલાઈ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી રાજેશભાઈ પરમાર ના પ્રયત્નોથી તેઓએ પોતે એક સેટ શાળાના આચાર્યશ્રી ભાવનાબેન પટેલ દ્વારા એક સેટ અને સી.આર.સી કો.ઓ. શ્રી રેવાભાઈ ભમાત દ્વારા એક સેટ મળી કુલ ૩ સેટ આજરોજ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે માનનીય સાંસદશ્રી માનનીય શ્રી મહેશભાઈ ભુરીયા, માનનીય શ્રી બી. ડી. વાઘેલા , માનનીય જિલ્લા પ્રમુખશ્રી, માનનીય કલેકટર શ્રી અને માનનીય જિલ્લા વિકાસ અધિકારીનાશ્રી ના હસ્તે શાળાના નોડલ શિક્ષકશ્રીઓ અને આચાર્યશ્રી ને અર્પણ કરવામાં આવ્યા.
માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મયુરભાઈ પારેખ સાહેબ દ્વારા દાતાશ્રીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા.

રીપોર્ટ :- જેસીંગભાઇ આમલીયાર

ઝાલોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here