ઝાલોદ તાલુકાના નાની હાંડી ગામે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ યોજાયો

0
10

વડાપ્રધાનશ્રી દ્વારા જાહેર કરેલ ટીબી મુકત ભારત ૨૦૨૫ અભિયાન અન્વયે ટીબી હારેગા દેશ જીતેગા કેમ્પેન હેઠળ ઝાલોદ તાલુકાના બીલવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નાની હાંડી ગામની મહાદેવભાઈ દેસાઈ વિદ્યાલયમાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા ક્ષય કેન્દ્રમાંથી ર્ડા.પી.વી.સોની, જિલ્લા ક્ષય અધિકારીશ્રી, ર્ડા એ.આર.ચૌહાણ મેડીકલ ઓફિસરશ્રી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. ડી.કે.પાંડે તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડીકલ ઓફિસર તથા સ્ટાફ અને ઝાલોદ તાલુકા ના ટીબી સ્ટાફ હાજર રહ્યા હતા. ટીબી અંતર્ગત કવિઝ સ્પર્ધાનું આયોજન કરી ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબી વિશે શાળાના બાળકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. ત્યારબાદ શાળાના શિક્ષક દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. તેમ જિલ્લા ક્ષય અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે…રિપોર્ટ:-દિપક લબાના ..ઝાલોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here