ઝાલોદ તાલુકાના તમામ ગામોમાં એક અબજથી વધુ નાણાં ખર્ચે ઘરે-ઘરે શુદ્ધ પીવાનું પાણી મળશે: પ્રમુખ શીતલ વાઘેલા.

0
11

Sent from Yahoo Mail on Android

નલ સે જલ યોજના અંતર્ગત ખાત મુહર્ત કાર્યક્રમ યોજાયો.

ગ્રામજનો દ્વારા સહયોગ આપી વહેલી તકે કામ પૂર્ણ કરવા ગ્રામજનો અને કોન્ટ્રાક્ટરને અનુરોધ કર્યો.

દાહોદ જિલ્લાના તમામ ગામોમાં “નલ સે જલ” યોજના અંતર્ગત ઘરે-ઘરે શુદ્ધ પીવાનું પાણી આપવાની યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ઝાલોદ તાલુકામાં એક અબજથી વધુ નાણાં ખર્ચે મંજૂરી આપવામાં આવી છે જેમાં પાઇપલાઇન કરીને ઘરે-ઘરે શુદ્ધ પીવાનું પાણી મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ યોજનાને લઈ ગ્રામીણ વિસ્તારના લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે. જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલાના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા હતા દાહોદ જિલ્લો મહત્વકાંક્ષી જિલ્લા તરીકે સમાવેશ થયેલો છે જેમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરહદી વિસ્તારના ગામોમાં ડુંગરાળ વિસ્તાર હોવાથી સ્થાનિક પ્રજાને પીવાના પાણીની સુવિધા માટે ફાફા મારવા પડે છે ચોમાસાની ઋતુમાં નિયમિત અને પૂરતો વરસાદ ન હોવાના કારણે હેડપંપ બોર અને કૂવાના પાણી પણ ઓછા હોવાથી પીવાના પાણી માટે સમસ્યા સર્જાય છે જેથી દાહોદ જિલ્લાના તમામ વિસ્તારોમાં છેવાડાના વિસ્તારોમાં પીવાના શુદ્ધ પાણી મળી રહે તે અર્થ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નલ સે જલ યોજના ની મંજૂરી આપવામાં આવી છે. ગામે ગામ સરવે મુજબ પાઈપલાઈન કરીને ઘર સુધી નળ કનેક્શન આપવામાં આવશે. જેમાં સ્થાનિક પ્રજાને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે. ઝાલોદ તાલુકામાં એક અબજ થી વધુના ખર્ચે પાઈપલાઈન આધારિત નલ સે જલ યોજના ની મંજૂરી મળી હતી જેમાં બુધવારના રોજ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલાના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. તેઓએ જણાવ્યું હતું કે છેવાડાના વિસ્તારમાં મહિલાઓને દૂર સુધી પીવાના પાણી માટે રજળવું પડે છે. જે ધ્યાને રાખીને વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીએ નલ સે જલ યોજનાને મંજૂરી આપી છે ટૂંક સમયમાં આ યોજના પૂર્ણ થશે અને ઘરે ઘરે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે. આ કાર્યક્રમમાં નિવૃત્ત ડીઆઈજી બી. ડી.વાઘેલા ઝાલોદ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ ભાભોર, ઝાલોદ મંડળ પ્રમુખ મુકેશભાઈ પરમાર, ભાજપના આગેવાન મુકેશભાઈ ડામોર, બક્ષીપંચ મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય ઇશ્વરભાઇ લબાના સરપંચો તાલુકા સભ્યો જિલ્લા સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.નલ સે જલ યોજના માં ખાત મુહર્ત કરતા જિલ્લા પંચાયત પ્રમુખ તસવીરમાં નજરે પડે છેે

રિપોર્ટ:દિપક લબાના
ઝાલોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here