ઝાલોદ તાલુકાના ગુરુ ગોવિંદ ધામ કંબોઈ ખાતે સંતોની અગત્યની બેઠક મળી હતી.

0
15

અખિલ ભારતીય સંત સમિતિ ઝાલોદ તાલુકાની અગત્યની બેઠક પ્રાંત સદસ્ય પુ. દયાનંદજી મહારાજ અને પુ.દલસુખદાસજી મહારાજજીની અધ્યક્ષતામા કંબોઈ મુકામે મળી હતી જેમા મોટી સંખ્યામાં ઝાલોદ તાલુકાના સંતો ઉપસ્થિત રહ્યા હતા. અને તાલુકાના તમામ ગામોના સંતો, અને મઠ મંદિર તથા ગાદીઓ સાથે સંકળાયેલા સંતો ભગતોને સંત સમિતિ સાથે જોડીને વિશાળ માત્રામાં ધર્મ સેના સાથે ભક્તોને જોડવા માટે આહ્વાન કરવામા આવેલ આજની બેઠકમા સંતોને સંબોધતા પુ.દયાનંદજી મહારાજે સંતોએ પંથ,સંપ્રદાય અને જ્ઞાતિ જાતી થી પર રાખી હિન્દુત્વના ભાવ સાથે હર એક હિન્દુને જોડવા જણાવેલ, સેવા જાગરણ અને વિકાસમા લાગેલા સંતો આજે દેશ અને દુનિયામાં જે પરિવર્તન દેખાય છે તે સંતોના કારણે છે

તે યાદ કરાવી સંત શક્તિ એટલે શું તે બતાવ્યુ હતુ પુ.દલસુખદાસજી મહારાજે હિન્દુ એટલે કોણ તે અને દેવી દેવતાઓ સાથેનો નાતો ભીલ બંધુઓનો દેવી દેવતાઓ સાથેનો સબંધ દર્શાવ્યો હતો અને સમાજને ટુકડા ટુકડા મા વહેંચીને હિન્દુ સમાજને શક્તિ વિહિન કરવા માંગતા ભિંગુળિયા જેવા લોકો સામે જાગૃત અને સજાગ બનવાનુ છે.આજની આ સભામા આભાર પ્રવચન કરતા જનજાતી આગેવાન અજીતદેવ પારગીએ સંતોએ હવે પોતાના મંદિરો વગેરેની પણ સુરક્ષા તરફ ધ્યાન રાખવાનુ છે. કારણ વિધર્મી અને નાસ્તિક લોકોની નજર મંદિરોની પેટીઓ ઉપર પડી રહી છે. પોતાના ભક્તોને હિન્દુત્વની ધારામા જોડતા રહીને સંસ્કારવાન કરવાના છે. આજે દુશ્મન જાણે આપણો ભાઈ બનીને આવી રહ્યો છે આપણને છેતરવા ત્યારે સૌએ જાગૃત બનવાનુ છે. આજે રામ મંદિર બની રહ્યુ છે. અને ૩૭૦ જેવી કલમો દુર થઈ છે તે સંત શક્તિ ના કારણે જ શક્ય બન્યુ છે. ગુરુ ગોવિંદ ના ધામે આપણે પુનઃ ભુરેટિયા નહીં માનુ રે ની પ્રતિજ્ઞા કરવી પડશે અને દેશ ધર્મ વિરોધી શક્તિઓને પરાસ્ત કરવી પડશે. મહર્ષિ વાલ્મીકિ, વશિષ્ઠજી હોય કે પછી ગુરુ ગોવિંદ બંદા વૈરાગી કે સ્વામી રામદાસ, સંત શક્તિ ત્યારે પણ રાષ્ટ્ર ધર્મ માટે કટિબદ્ધ હતી અને આજે પણ છે તે વાત હિન્દુત્વમય કાર્યકર્તાની શૈલીમા કરી હતી અને વાતાવરણ જય શ્રી રામ જે ગુરુ થી ગુંજી ઉઠ્યુ હતું આજના કાર્યક્રમ મા પુજનીય સંતોનુ સ્વાગત લિમડી પ્રખંડ અધ્યક્ષ શ્રી કમલેશભાઈ ચૌહાણ, પ્રખંડ મંત્રી શ્રી શૈલેષભાઇ ગેહલોત કદવાળ ઉપખંડ કાર્યવાહ શ્રી વિપુલભાઈ સંગાડા અને અજીતદેવ પારગીએ કર્યુ હતુ

રિપોર્ટ : દિપક લબાના
ઝાલોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here