ઝઘડીયાના ખોડી આમલીની ૧૧ વર્ષીય છાત્રા જમણા હાથ-પગ વગર ઉત્સાહ પુર્વક જીંદગી વિતાવેછે : છાત્રા માટે જીંદગી જીવવી જાણે ડાબાહાથનો ખેલ

0
5

ઝઘડીયાના ખોડી આમલીની ૧૧ વર્ષીય છાત્રા જમણા હાથ-પગ વગર ઉત્સાહ પુર્વક જીંદગી વિતાવેછે : છાત્રા માટે જીંદગી જીવવી જાણે ડાબાહાથનો ખેલ

છાત્રાએ ૧૦ વર્ષ પેહલા માતા પિતા સાથે જતી વખતે અકસ્માતમાં જમણી તરફનો હાથ-પગ ગુમાવ્યો હતો

અકસ્માત બાદ માતા-પિતા ચિંતાતુર બન્યા હતા પરંતુ દિકરીએ પીછેહઠ ના કરી જીંદગી ઉત્સાહભેર જીવેછે

છાત્રા શાળા સહિત ઘરકામમાં હાથ-પગ વગર દરેક કામ સરળતાથી કરી અન્યોને પ્રેરણા આપી રહીછે

જમણો હાથ-પગ વગર છાત્રાએ વધુ અભ્યાસ કરી શિક્ષક બનવાની ઇચ્છા વ્યકત કરી

અરવલ્લી

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામ નજીકના ખોડી આમલી ગામની ૧૧ વર્ષની ધોરણ ૬માં અભ્યાસ કરતી છાત્રાએ ૧૦ વર્ષ પેહલા માતા-પિતા સાથે બાઇક પર મામાના ઘરે જતી વખતે અકસ્માતમાં શરીરના જમણી તરફનો હાથ અને પગ બન્ને ગુમાવ્યા હતા આ ગોજારી ઘટનાને ૧૦ વર્ષ થયા બાદ પણ છાત્રાએ હિંમત હારી નથી અને ગામની કન્યાશાળામાં રાબેતા મુજબ હાજરી ભરાવી અભ્યાસ કરેછે અને શાળામાં વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહ ભેર ભાગ લઇ અન્ય દિવ્યાંગ લોકોનો જુસ્સો વધારી રહીછે અકસ્માતનો ભોગ બનનાર છાત્રા નિકિતા વસાવાના માતા-પિતા ખેત મજુરી કરી પોતાનુ ગુજારન ચલાવેછે નિકિતા ૧૦ વર્ષ પુર્વે માતા-પિતા સાથે મામાના ઘરે બાઇક પર જતી હતી તે દરમિયાન ફીચવાડા ગામ નજીક જીવલેણ અકસ્માત સર્જાયો હતો આ ગંભીર અકસ્માતમાં બાઇક સવાર છાત્રાને જમણા હાથ-અને પગમાં ગંભીર ઇજાઓ પહોચતા હાથ-પગ ગુમાવવાનો વારો આવ્યો હતો અકસ્માત બાદ પરિવાર પર જાણે આભ ફાટ્યુ હોઇ તેમ ચિંતામાં ઘરકાવ બન્યા હતા પરંતુ જમનો હાથ -પગ ગુમાવનારી દિકરીએ હિંમત ના હારી પોતાનુ જીવન જમણી તરફના હાથ-પગ વગર શરૂ કર્યુ હતુ અને ઘરકામમાં પોતાની માતાને મદદરૂપ થવા લાગી હતી અને શાળામાં પણ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઇ ઉત્સાહભેર સામાન્ય છાત્રાઓ જેવુ જીવન જીવી રહીછે પરિવારજનોએ જણાવ્યું હતુ કે અકસ્માત થયાને વર્ષો વિતી ગયા છતાં અકસ્માત બાદ મળતો ઇન્શ્યોરન્સ અથવા કોઇ સરકારી મદદ મળી નથી ફકત ખેત મજુરી કરી ગુજરાન ચલાવી રહ્યાછે શાળાના શિક્ષક પટેલ જાગૃતિબેને અકસ્માતનો ભોગ બનનાર છાત્રની પ્રશંસા કરતા જણાવ્યુ કે છાત્રા શાળામાં પોતાની બુધ્ધી કૌશલ્ય વડે તમામ કાર્યો ઉત્સાહ ભેર કરેછે અને અન્ય છાત્રોને પ્રેરણા આપી રહીછે અને છાત્રાએ પોતે એક શિક્ષક બનવાની ઇચ્છા વ્યકત કરીછે ૧૧ વર્ષની છાત્રા માટે જીંદગી જીવવી ડાબા હાથનો ખેલછે તે વાત સાર્થક કરી બતાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here