જૈન તીર્થધામ શંખેશ્વરમાં ભકતામર જૈન દેરાસરમાંથી શાંતિનાથ દાદાની પંચધાતુની મૂર્તિ ચોરી થતાં ફરિયાદ નોંધાઈ

0
4

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

શંખેશ્વર માં તસ્કરો નો તખરાટ: એક તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થતાં શંખેશ્વર પોલીસ મથકે ચોરીની ફરિયાદ

પાટણ જિલ્લા નાં પ્રસિદ્ધ જૈન તીર્થધામ શંખેશ્વરમાં ભકતામર જૈન દેરાસરમાંથી શાંતિનાથ દાદાની પંચધાતુની મૂર્તિ ચોરી થતાં તસ્કર સીસીટીવી ફૂટેજ માં કેદ થતાં ફરિયાદ નોંધાઈ છે. શંખેશ્વર ખાતે ભકતામર જૈન દેરાસરમાં રવિવારે સાંજના સુમારે શાંતિનાથ દાદાની પંચ ધાતુની મૂર્તિ ચોરી તસ્કર ભાગી ગયો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં જૈન દેરાસરમાં મેનેજર તરીકે ફરજ બજાવતા શંખેશ્વર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

શંખેશ્વર ખાતે ભકતામર જૈન દેરાસરમાં આવેલ શાંતિનાથ દાદાની પંચ ધાતુની મૂર્તિ નયપદ્મ મા.સા.એ 15 વર્ષ પહેલા બનાવી હતી. જે તેઓએ આજથી ચારેક માસ અગાઉ શંખેશ્વર ખાતે ભકતામર જૈન દેરાસરની પ્રતિષ્ઠા મહોત્સવ થયેલ ત્યારે તેઓએ દેરાસરમાં દાનમાં આપી હતી.જે પંચ ધાતુની મૂર્તિ આશરે 5 થી 6 કિલો વજનની જેની કિંમત આશરે રૂ.70000 હતી. એક ફૂટ ઊંચી મૂર્તિને પૂજાના સ્થાને ખુલ્લી મુકી હતી. તેનો લાભ લઈ રવિવારે સાંજે અજાણ્યો તસ્કર મંદિર ખુલ્લુ હોય તે દરમિયાન મંદિરમાં પ્રવેશી મૂર્તિ ચોરી કરી ભાગી ગયો હતો.આ અંગે ભકતામર જૈન દેરાસરમાં મેનેજર નીરવભાઈ શ્રેણિકલાલ દોશીએ શંખેશ્વર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

તપાસ અધિકારી પીઆઇ ડી.ડી.ચૌધરીએ જણાવ્યું કે મંદિરમાં કુલ 8 સીસીટીવી કેમેરા છે તે પૈકી માત્ર એક સીસીટીવી કેમેરો ચાલુ હોય જેની મદદથી એક તસ્કર ચોરી કરતો નજરે પડ્યો છે. પણ સંધ્યા સમય સાંજનો સમય હોય ચોખ્ખું ચિત્ર દેખાતું નથી. ચોરીમાં ગાડીનો ઉપયોગ કર્યો હોય તે ગાડી નંબર આધારે તપાસ આગળ ચાલી રહી છે. CCTV કેમેરા બંધ હાલતમાં છે શંખેશ્વર ગ્રામ પંચાયતના લગાવેલા સીસીટીવી કેમેરા બંધ છે અને જૈન મંદિરોમાં પણ સીસીટીવી કેમેરા બંધ છે. તેઓને અવારનવાર લેખિતમાં ચાલુ કરાવવા સૂચના પોલીસ દ્વારા આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here